લુણાવાડા તાલુકાના પાનમ કાઠા 42 પાટીદાર સમાજ ઘરમાં યોજાયો રક્તદાનનો કેમ્પ - At This Time

લુણાવાડા તાલુકાના પાનમ કાઠા 42 પાટીદાર સમાજ ઘરમાં યોજાયો રક્તદાનનો કેમ્પ


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાનમ કાઠા 42 પાટીદાર સમાજ ઘરમાં રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું.જયારે રક્તદાન શ્રેષ્ઠદાન ને સાર્થક કરવા માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા સ્થિત આવેલ સમસ્ત પાનમ કાંઠા બેતાલીસ પાટીદાર સમાજ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ધોળી ગામ સ્થિત બેતાલીસ પાટીદાર સમાજ ઘરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુણાવાડા શહેર તથા આજુબાજુના ના ગામોના લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું આ કેમ્પ ના મુખ્ય આયોજક તરીકે બેતાલીસ પાટીદાર સમાજ ના પ્રમુખ શશીકાંતભાઈ નાથાભાઈ પટેલ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહેનાર અને મહાદાન કરનાર લોકોનું હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો તથા આ સેવાકીય કામમાં જોડાવા બદલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્ક નો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ આ બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે 50 થી 60 જેટલા બ્લડ યુનિટ નું દાન બેતાલીસ પાટીદાર સમાજ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ને કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.