ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અને પેન્શન અદાલત - At This Time

ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અને પેન્શન અદાલત


ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ સાબરકાંઠા ડિવિઝન સાબરકાંઠા 38૩001ની કચેરી ખાતે તા. ૪ નવેમ્બર ૨૦૨૨ શુક્રવારના રોજ ૧૬:00 કલાકે ડાક અદાલત અને  પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે

આ અદાલત નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળીને નિકાલ કરવામાં આવશે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓને લગતી ટપાલ સેવા સંબંધી તેમજ પેન્શનને લગતી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી ઋષિ જલુથરિયા આઇ.પી(પી.જી) ગ્રાહક સેવા કેન્દ્ર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીની કચેરી સાબરકાંઠા ડીવીઝન હિંમતનગર ૩૮૩૦૦૧ને મોડામાં મોડી  ૨૮ ઑક્ટોબર ૨૦૨૨ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલી ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

    ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિવિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતાં વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ન હોવો જોઈએ એમ અધિક્ષક ડાકઘર સાબરકાંઠા હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

 

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.