બોટાદ ના ગાયત્રીનગર વિસ્તારમાં પાણીની સમસ્યા બાબત નગરપાલિકા વોર્ડ નંબર (૦૪) ચાર ના ઉમેદવારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરતા ચીફ ઓફિસર ને અરજી કરાઈ - At This Time

બોટાદ ના ગાયત્રીનગર વિસ્તારમાં પાણીની સમસ્યા બાબત નગરપાલિકા વોર્ડ નંબર (૦૪) ચાર ના ઉમેદવારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન કરતા ચીફ ઓફિસર ને અરજી કરાઈ


(રિપોર્ટર:- ચેતન ચૌહાણ)
બોટાદ શહેર ના ગાયતત્રીનગર સોસાયટી બોટાદના તમામ રહીશો દ્વારા તેમના વિસ્તાર ગાયત્રી નગર માં છેલ્લા ઘણા સમય થી પીવાનું પાણી બિલકુલ આવતું ના હોય જેથી તેઓ તમામ રહીશો દ્વારા તેમના વિસ્તારના કોર્પોરેટર હર્ષદભાઈ મકવાણાને રૂબરૂમાં ઘણી વખત રજૂઆતો કરેલી હોય અને જવાબમાં તેમના વિસ્તારના ચુંટણેલા કોર્પોરેટર હર્ષદભાઈ મકવાણા દ્વારા તમોને તમામ રહીશોને જાહેરમાં કહેવામાં આવેલું કે તમોને પાણી નહીં મળે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડો તેમ કહી ગાયત્રીનગરના તમામ રહીશોને અમારા વિસ્તારના કોર્પોરેટ દ્વારા અશભ્ય વર્તન અને અમારી રજૂઆત સાંભળતા ન હોય તેથી આ રજૂઆત અમો બોટાદ ભાજપ કાર્યાલય તેમજ કમલમ ખાતે આ અમારા વિસ્તારના કોર્પોરેટર હર્ષદભાઈ મકવાણા દ્વારા મનફાવે તેવા જવાબ આપી પોતાની જવાબદારી માથી છટકી અમો ને મનફાવે તેવા જવાબ આપે છે જે થાય તે કરી લેવાનું જણાવે છે જે અમારા વિસ્તાર ના રહીશો સાથે હર્ષદભાઈ દ્વારા વિશ્વાસ ઘાત કરેલ છે જેથી અમો બોટાદ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી ના ઓફીસ્યલી ઈમેલ સરનામા પર અમારી રજૂવાત કરવી છી

આમ આ હર્ષદભાઈ મકવાણા દ્વારા જ્યારે ચૂંટણી પહેલા અમો તમામ ગાયત્રી નગરના રહીશોને જે પ્રમાણે અમારા વિસ્તારના કામ કરવાના વચનો આપેલા તે વચનો તોડી અને અમારી સાથે વિશ્વાસઘાત કરેલ છે

હર્ષદભાઈ મકવાણા દ્વારા અમારી સોસાયટીના તમામ રહીશો ને જાહેરમાં જે ગેરવર્તણૂક કરેલા શબ્દો કહેલા તે તમામ રહીશો અમારા આ કામ ના સાક્ષ છે
આ સાથે અમારા ગાયત્રીનગર ના તમામ રહીશો ની તમામ ની સહી કરી પીડીએફ સાથે જોડેલ છે
તમામ રહીશો વતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image