ધંધુકા ખાતે ડી વાય એસ પી ધોળકાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ અને લોક દરબાર નુ સફળ આયોજન - At This Time

ધંધુકા ખાતે ડી વાય એસ પી ધોળકાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ અને લોક દરબાર નુ સફળ આયોજન


ધંધુકા ખાતે ડી વાય એસ પી ધોળકાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ અને લોક દરબાર નુ સફળ આયોજન
ગણેશ ઉત્સવ મહોત્સવ વિસર્જન કાયદો વ્યવસ્થા ટ્રાફિક સહિતની સમીક્ષા કરાઈ
અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ઉત્સવ ને લઈને શાંતિ સમિતિ અને લોક દરબાર નું આયોજન ધોળકા ડી વાય એસ પી આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ મહોત્સવની ઉજવણી અમદાવાદ જિલ્લા શહીદ સમગ્ર રાજ્યમાં થનાર છે જે અન્વયે ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ધોળકા ડી વાય એસ પી આકાશ પટેલ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધંધુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ એન ડી ચૌધરી તથા પી એસ આઇ યુ બી જોગરાણા તથા રાજકીય પક્ષોના હોદ્દેદારો વેપારીઓ ની હાજરીમાં યોજાયેલ બેઠકમાં ડી વાય એસ પી આકાશ પટેલે કાયદો વ્યવસ્થા અને ગણેશ ઉત્સવ મહોત્સવ અંગે સમીક્ષા કરી હતી ધંધુકા શહેરમાં ટાવર ચોક અંબાપુરા અને માળીવાડા શહીદનું શહેરના સોસાયટી વિસ્તારમાં યોજાતા ગણેશ ઉત્સવ અંગે ડી વાય એસ પી એ જાણકારી મેળવી હતી ગણેશ વિસર્જન રૂટો સહિતની માહિતી મેળવી કાયદો વ્યવસ્થા જાળવવા ધંધુકા પી આઇ ધંધુકા અને પી એસ આઇ ધંધુકા ને સુચના આપી હતી ગણેશ વિસર્જન ના દિવસે પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક અંગે પણ સૂચનો મેળવી પોલીસને વ્યવસ્થા ગોઠવવા ની પણ સૂચના અપાઈ હતી ડી વાય એસ પી આકાશ પટેલે હાજર રહેલ તમામ આગેવાનોને બેઠકમાં સાંભળ્યા હતા અને ગણેશ ઉત્સવ મહોત્સવને સફળ બનાવવા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સાત સહકારથી ખડે પગે કામગીરી કરશે તેવી ખાતરી આપી હતી ધોળકા ડી વાય એસ પી આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાંતિ સમિતિ અને લોક દરબાર બેઠકને લઈને આગેવાનો વેપારી આગેવાનો તથા રાજકીય પક્ષોના આગેવાનોએ પોલીસ તંત્રનોઆભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.