મેંદરડા તાલુકાના સમઢીયાળા ખાતે સેવા સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ જેમાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવેલ સાથે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/acco3zxic5mwj6gp/" left="-10"]

મેંદરડા તાલુકાના સમઢીયાળા ખાતે સેવા સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ જેમાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવેલ સાથે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ


મેંદરડા ના સમઢીયાળા ખાતે સેવા સહકારી મંડળી ની સાધારણ સભા યોજાઈ
મંડળીની સાધારણ સભામાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, કેશોદના ધારાસભ્ય અને મંત્રી દેવાભાઈ માલમ,જુનાગઢ ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
સમઢીયાળા સેવા સહકારી મંડળી જે મેંદરડા તાલુકામાં પ્રથમ સ્થાન ધરાવતી મંડળી હોય ત્યારે મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મંડળીના સભાસદો ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મંડળીના હિસાબો રજૂ કરવામાં આવેલા હતા. જેમાં મંડળીના ૧૪૮૩ સભાસદો દ્વારા ચલાવતી મંડળી ના પ્રમુખ નાનજીભાઈ પીપળીયા, મંત્રી વીએમ વેકરીયા, એકાઉન્ટર અલ્પેશ વસાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, સમઢીયાળા ના સરપંચ ચિરાગભાઈ રાજાણી કાળુભાઈ રાજાણી,સાંસદના પ્રતિનિધિ સંજયભાઈ છોડવડીયા, જમનભાઈ શિંગાળા, મેંદરડા પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા, ગ્રામ પંચાયત ઉપ સરપંચ ચંદ્રેશભાઇ ખુંટ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના સિન્ડિકેટ મેમ્બર ભાવનાબેન અજમેરા સભાસદો,,ખેડૂતો, ગ્રામજનો,આગેવાનો સહિત નાઓની ઉપસ્થિતિમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલ હતા જેમાં ધિરાણ 18 કરોડ 53 લાખ સ્વભંડોળ ધિરાણ ત્રણ કરોડ તેમજ મંડળીની કાર્યકારી ભંડોળ બે કરોડ ૪૬ લાખ અને અત્યાર સુધીમાં મંડળી દ્વારા 24 લાખ 28 હજાર રૂપિયાનો નફો કરવામાં આવેલ જેમા,ડિવિડન્ડ 10%, શેર ભંડોળ ૮૯ લાખ, ફિક્સ ડિપોઝિટ થાપણો બે કરોડ ૩૪ લાખ સહિતના હિસાબો રજૂ કરવામાં આવેલ હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચનો આપવામાં આવેલ હતા
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]