સરકારી બાંધકામના કોન્ટ્રાકટરને રૂા.14 લાખની ઉઘરાણી કરી માસાજી અને ત્રણ શખ્સોએ ઘરમાં ઘુસી મારમાર્યો - At This Time

સરકારી બાંધકામના કોન્ટ્રાકટરને રૂા.14 લાખની ઉઘરાણી કરી માસાજી અને ત્રણ શખ્સોએ ઘરમાં ઘુસી મારમાર્યો


વિમલનગર મેઇન રોડ પર મંગલ પાંડે ટાઉનશીપમાં રહેતા અશ્વીનકુમાર રમણીકભાઇ દેસાઇ(પટેલ) (ઉ.વ.32) એ પોતાની ફરિયાદમાં સુરતના ઈશ્વર વોરા અને તેની સાથે આવેલા 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથક ના ફરિયાદ નોંધાવી છે. અશ્વીનભાઈએ જણાવ્યું હતું કે,હું સરકારી બાંધકામ ના કામ રાખુ છુ અને કોન્ટ્રાકટર તરીકે કામ કરૂ છુ અને 2018માં મુંજકામા યુનિવર્સીટીમાં આવેલ ટ્રાન્જીટ હાઉસનુ કામ મે તથા મારા પત્ની મંજુલાના માસા ઇશ્વરભાઇ વોરા સાથે પાર્ટનર મા ટ્રાન્જીટ હાઉસનુ કામ કર્યું હતુ અને આ કામ ના પૈસા બાબતે પોરબંદરથી કોઇ મેર શખ્સના પૈસા મામલે અવાર નવાર ફોન આવતા હતા. ગઈકાલે બપોરના બે વાગ્યાની આસપાસ હું તથા મારા પત્ની મંજુલા સાથે ઘરે હાજર હતો ત્યારે બેલ વાગતા મે દરવાજો ખોલ્યો હતો.
ત્યારે મારા માસાજી ઇશ્વરભાઇ તથા તેની સાથે ત્રણ અજાણયા માણસો આવ્યા હતા અને મને ધકકો મારી પાડી દીધો હતો અને ઘરમા પરાણે ધુસી ગયો હતો. ત્યારબાદ મને બે જણાએ પકડી અને બે ફડાકા મારી દીધા હતા અને છરી કાઢી છરીનો હાથો ઉંધો મને જમણા ખંભામાં મારેલ અને એક શખ્સે કહેલ કે તને હું ફોન કરીને કહેતો હતો તોઇ તને ખબર નથી પડતી કે રૂપીયા 14 લાખ ઇશ્વરભાઇને દેવાના કીધા હતા તો કેમ દેતો નથી તો મેં કહેલ કે મારી વાત સાભળો જે 14 લાખ લીધેલ હતા.તે બાબતનો હીસાબ ઇશ્વરભાઇ તથા તેમના દીકરા મીતલભાઇ વોરાને રૂપીયા એન.પી.એસ મારફત તથા પી.એમ આંગળીયા મારફતે મોકલી દીધા છે. અને મે તેમને 14 લાખ 9 હજાર તેમને આપ્યા છે.
તો તે કહે કે તારે 14 લાખ પર 2 % લેખે વ્યાજ આપવાનુ થાય છે.તો મે કહેલ કે તેમને તો પાર્ટનર તરીકે 14 લાખ આપીને પછી રૂપીયા આપેલ ન હતા અને આ પ્રોજેકટ તો બહુ મોટો હતો તેમણે જેટલા રૂપીયા આપ્યા તે મે પરત કરી દીધેલ છે.તેમ છતા તેમણે કહેલ કે તારે રૂપીયા દેવા ન હોય તો તારી સીમાસી ગામ મેદરડા ખાતે આવેલ જમીન મને અત્યારેજ સોંપી આપ તેમજ જમીન ના કાગળ માં સહી કરી આપ અને જમીન નો કબ્જો અમે મેળવી લઇસુ તો મે કહેલ કે એવુ થોડુ ચાલે તો મારા માસાજી ઇશ્વરભાઇએ જેમ ફાવે તેમ ગાળો આપી અને તેમની સાથે આવેલા અજાણ્યા મેરે તેની પાસે ની છરી કાઢી લીધેલી અને મને બતાવી ને કહેલ કે પતાવી દેવો પડશે જો જમીન ના કાગળો ઉપર સહી નહી કરે તો તેમ કરી ને મને ચારેય જણા આડેધડ શરીરે ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા.
આ વખતે મેં મારા ફોન માથી 100 નંબરમા ફોન કરેલ તો આ મારા માસાજી તથા તેની સાથે આવેલ ચારેય ઇસમો ભાગી ગયેલ હતા અને પોલીસ ની ગાડી આવી જતા મેં યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવની વધુ વિગતો મુજબ,માસા ઇશ્વરભાઇ સાથે કોન્ટ્રાકટ નુ કામ રાખવા માટે 14 લાખ લીધા હતા અને 14 લાખ પાછા આપયા બાદ તેમને કોન્ટ્રાકટના રાખેલ કામ માટે વધુ રૂપીયા ન આપતા અને રૂપીયા હવે મારી પાસે નથી તેમ કહેતા મે ઇશ્વરભાઇ ને કટકે કટકે રૂ.14,09,000 પરત આપી દીધા હતા.તો પણ તે હજુ 14 લાખની ઉઘરાણી કરી મારમાર્યો હતો.આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસના પીએસઆઈ ડી.આર.રતનું સહિતના સ્ટાફે કાર્યવાહી આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.