जयतु संस्कृतम् जयतु भारतम् - At This Time

जयतु संस्कृतम् जयतु भारतम्


મત્સ્યજયંતી
ચૈત્ર સુદ ત્રીજ, તા. ૧૧ એપ્રિલ ૨૦૨૪
૧૮ પુરાણો અને ઉપપુરાણો જ્ઞાનનો મહાભંડાર છે. ભગવાન વિષ્ણુના દશ અવતારોનું ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક એમ વિવિધ શાસ્ત્રો અને વિજ્ઞાનની દૃષ્ટિએ અને માનવજીવનચક્રની રીતે ઘણું મહત્વ છે.
મત્સ્યે પ્રલય સમયે પૃથ્વીની બધી જ જીવસૃષ્ટિના બીજ સાથે મનુને પૂરમાં બચાવી લીધા હતાં. જળપ્રલય શાંત થતાં મનુએ યજ્ઞ કર્યો અને બચાવેલાં બીજોથી ફરી પદાર્થોનું સર્જન કર્યું. પૃથ્વીનું નવસર્જન થયું.
અઢારપુરાણો પૈકી મત્સ્યમહાપુરાણમાં ૨૯૧ અધ્યાય અને ચૌદ હજાર શ્લોકો છે.
વેદો, પુરાણો, ઉપનિષદોના કાળમાં ભારત કે આર્યાવર્ત દેશ કેવો ભવ્ય હતો તેની ઝાંખી આ પુરાણ પરંપરામાં થાય છે. આર્ય સંસ્કૃતિને મળેલો આ પવિત્ર વારસો છે. આમાં આધ્યાત્મિક દર્શન ઉપરાંત રાજનીતિ, સમાજનીતિ અને અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે.
પુરાણસાહિત્ય આપણો મહામૂલો સાંસ્કૃતિક વારસો છે.
બાળકો અને યુવાનો સુધી તેની આજના યુગમાં ઉપયોગિતાને પહોંચાડીએ.

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.