કોટડા (ચાંદ્રાણી) માં ગૌસેવાના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ (H.P.L.) યોજાશે
૨૫મી ફેબ્રુઆરીએ રાજકીય, સામાજીક આગેવાનો, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પ્રથમ મેચનો શુભારંભ થશે
અંજાર તાલુકાના કોટડા (ચાંદ્રાણી) ગામે સ્વજનોની સ્મૃતિમાં, ગૌસેવાના લાભાર્થે મુરલીધર ક્રિકેટ કલબ, હિન્દુ યુવા સંગઠન અને ગ્રામજનો દ્વારા હિન્દુ પ્રિમીયમ લીગ (H.P.L.) નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનુ શુભારંભ તા. ૨૫/૨/૨૦૨૫, મંગળવારે સાંજે ૬:૦૦ વાગ્યે અંજાર ના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે આહિર ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈ હુંબલ, ત્રિકમભાઈ વાસણભાઈ આહિર, જીલ્લા ભા.જ.૫. પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, તેજાભાઈ રમાભાઈ કાનગડ, વી. કે. હુંબલ, જીવાભાઈ શેઠ, વલમજીભાઈ હુંબલ, અરજણભાઈ રબારી (LCC ગ્રુપ), નારણભાઈ બકુત્રા, ગોપાલ ખેંગાર છાંગા, સતિષભાઈ છાંગા, રાણાભાઈ રવા ડાંગર, કુલદીપસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા (P.M.), આર. આર. વસાવા સાહેબ (દુધઈ P.I.), લાલજીભાઈ આહિર, હરી હીરા ઝાટીયા, શામજીભાઈ ભુરાભાઈ ડાંગર સહિત અનેક રાજકીય, સામાજીક આગેવાનો, સરપંચશ્રીઓ ઉપસ્થિત રહેશે.
મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, શ્રી ભરત દાદા (ભારાપર જાગીર), શ્રી સિધ્ધાર્થ મહારાજ તેમજ શંભુભાઈ મારાજ (કોટડા વાળા) ના આર્શીવર્ચન સાથે દિપ પ્રાગટય કરવામાં આવશે.
કોટડા ગામના સ્વ. ધનાભાઈ વિશા ડાંગર, સ્વ. વાસણભાઈ કારાભાઈ છાંગા, સ્વ. શામજીભાઈ હીરાભાઈ છાંગા ની સ્મૃતિમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં બચત થયેલ તમામ રકમ કોટડા ગૌ સેવા સમિતિને અર્પણ કરવામાં આવશે તેવું ગામના સેવાભાવી યુવા આગેવાન મહાદેવ ધનાભાઈ ડાંગરે જણાવ્યું હતું.
રિપોર્ટ -દિપક આહીર
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે
