બે દિવસ પહેલા ઊના માં થયેલ હત્યા નો આરોપી ગિરફતાર… મૃતકે પહેરેલ ખોટા દાગીના મોતનું કારણ.(જીતેન્દ્ર ઠાકર ઊના)
"ઊના મછૂંન્દ્રી નદીના પટમાં બે દિવસ પહેલા થયેલ હત્યા નાં બનાવ માં મૃતક નાં ગળામાં રહેલ ખોટા દાગીના ની લૂંટ નાં કારણે થયું મોત.... આરોપી ગિરફ્તાર.."
ઉના શહેરના અંજાર રોડ પર બે. દિવસ પહેલા સાંજે પોલીસને જાણ થયેલ કે નદીના પટમાં એક વ્યક્તિની લાશ પડી છે પોલીસે સ્થળ તપાસ કરતા પથ્થરોના ઘા મારી જીતુસોલંકી નામના યુવાનનું મોત નીપજાવ્યા નું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે વિવિધ ટીમો બનાવી અને શહેરના વિવિધ શંકાસ્પદ સીસીટીવી ઓ અને સ્થાનિક બાતમીદારો દ્વારા ચોક્કસ માહિતી મળતા ઉનાના જ રહીશ એવા નવાઝ અઝીમ કચરા નામના આરોપીને ઝડપી લઇ તેમની પાસેથી ધાતુની ચેન વગેરે કબજે કરી આરોપીને ઝડપી વિશેષ તપાસ હાથ ધરી છે..
ત્યારે પોલીસને ચોક્કસ બાતમીને આધારે આ ચા ની લારી ધરાવતા જીતુસોલંકી પોતાના ગળામાં સોના જેવી ધાતુની ચેન પહેરતા હોય તેને લૂંટવાના ઇરાદે ઉનાના જ નવાઝ કચરા એ નદીના પટમાં જ તેમને મોટા બે પથ્થરો મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ આ ધાતુ ની ચેન સોનીને ઉના ખાતે વહેચવા જતા સોનીએ આ દાગીના નું બિલ રજૂ કરશો તો જ હું ખરીદીશ તેવું જણાવતા.. આ આરોપી શંકાના દાયરામાં આવતા તેમને ઝડપી લઇ તેમની પાસેથી ધાતુની ચેન કબજે કરી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
