રાજકોટ અગાઉ ઇંગ્લીશ દારૂ તથા દેશીદારૂ ની અસમાજીક પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી. - At This Time

રાજકોટ અગાઉ ઇંગ્લીશ દારૂ તથા દેશીદારૂ ની અસમાજીક પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી.


રાજકોટ શહેર તા.૨૨/૩/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફ થી ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા નાઓએ રાજકોટ શહેર વિસ્તારમાં રહેતા અને અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના અધિકારી/કર્મચારીઓ દ્રારા અગાઉ ઇંગ્લીશ દારૂ તથા દેશીદારૂ ની અસમાજીક પ્રવૃતિ આચરતા પકડાયેલ ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ હોય અને આવા ઇસમોની ગુન્હાહીત પ્રવૃતિ અટકાવવા માટે તેઓ ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય જેથી તા.૨૨/૩/૨૦૨૫ ના રોજ એક જ દિવસમાં આવા કુલ-૩૬ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લઇ કાર્યવાહી કરવામા આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image