દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં ખાબરાવાળા ગોગા મહારાજના હવન હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં ખાબરાવાળા ગોગા મહારાજના હવન હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.


દહેગામ તાલુકાના ચેખલાપગી ગામની સીમમાં આવેલ શ્રી ખાબરાવાળા ગોગા મહારાજ નો હવન હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિભક્તો ઉમટી પડ્યા હતા. દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં રહેતા રાઠોડ ભુરસિંહ વજેસિંહ તથા તેમના પરિવાર ના ખેતરમાં ગોગા મહારાજનું નાનું મંદિર હતું જેમાં ઘરના તમામ સભ્યો આ ગોગા મહારાજ પ્રત્યે આસ્થા તેમજ ભક્તિ રાખતા જેથી બધી માનતાઓ ગોગા મહારાજ પુરી કરતા હતા અને હવે સમગ્ર ચેખલાપગી ગામ અને આજુબાજુના ગામોમાંથી પણ ભાવિભક્તો દ્વારા ગોગા બાપાની માનતાઓ રાખે તો ચોક્કસ માનતાઓ પુરી થતા ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે.
આજે ખાબરાવારા ગોગા મહારાજનો હવન હોમ યજ્ઞ તેમજ મંદિરમાં જાતરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તોએ બાપાના દર્શનનો લ્હાવો લીધો હતો. સાંજે ગોગા બાપાની જાતર તેમજ સવારે હવન અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ચેખલાપગી, સુખડ, કાનપુર, વાસણા ચૌધરી તેમજ અન્ય ગામડાઓમાંથી ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

આ હવન હોમ યજ્ઞમાં દાતાઓ દ્વારા ખુબ મોટી સંખ્યામાં દાનની સરવાણી કરવામાં આવી હતી જેથી જય ગોગા પરિવાર ચેખલાપગી દ્વારા સર્વ દાતાઓનો આભાર માન્યો હતો.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image