નેત્રંગ : શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર “ભક્તિધામ સંકુલ"નો હર્ષોલ્લાસ સાથે ૨૯મો પાટોત્સવ ઉજવાયો... - At This Time

નેત્રંગ : શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર “ભક્તિધામ સંકુલ”નો હર્ષોલ્લાસ સાથે ૨૯મો પાટોત્સવ ઉજવાયો…


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ

ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના વારસદાર ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના આત્મીય સમાજ અને માનવ કલ્યાણના અભિયાનનું પ્રથમ પુષ્પ એટલે નેત્રંગની ધરતી પર સાકારિત થયેલું શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર “ભક્તિધામ સંકુલ".

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજીએ આ સંકુલ તેમજ આ વિસ્તારમાં નિવાસ કરતા વનવાસી ક્ષેત્રના યુવાનો અને પરિવારોના ઉત્કર્ષ માટે પોતાના પ્રથમ દીક્ષિત સંતવર્ય પૂજય ભક્તિવલ્લભ સ્વામીજીને પસંદ કર્યા. અને તેમણે અહી ગામડે ગામડે ફરીને યુવાનોને જાગ્રત કરી સત્સંગ અને ભક્તિના માર્ગે વાળીને યુવા સમાજનું સર્જન કર્યુ અને કેટલાય પરિવારો ને મંદિર તુલ્ય બનાવ્યાં

ગુરૂહરિ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીના આશીર્વાદથી સત્સંગ અને ભક્તિની મહેંક પ્રસરાવતા આ ભક્તિધામ સંકુલને ૨૮ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અને ૨૯માં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આ દિવ્ય અવસરે હરિધામ તીર્થક્ષેત્રથી વડીલ સંતવર્ય પૂજય નિર્મળ સ્વામીજી અને સંતવર્ય પૂજય સંતવલ્લભ સ્વામીજી પધારી તેમના સાનિધ્ધમાં ભક્તિધામ સંકુલમાં ૨૯મો પાટોત્સવના આ મંગલ અવસરે શ્રીઠાકોરજીના દર્શન અને પૂજન તેમજ મહાપૂજાના દર્શન અને સંતોના આશીર્વાદનો લાભ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ૨૯માં પાટોત્સવમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન, પૂજન, અર્ચન, મહાપુજા તેમજ સત્સંગનો અને પ્રસાદીનો લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image