સાહિત્ય સેવા સંકુલ ડોકોર દ્વારા કવિ રાવજી પટેલની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
*અભિનંદન*
સાહિત્ય સેવા સંકુલ ડોકોર દ્વારા કવિ રાવજી પટેલની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
.સાથે સાથે લેખિકા કથીરીયા પ્રવિણા "પવિ"તેમની બે બુકો "આભધરા" કાવ્યસંગ્રહ અને "લીલી લાગણી ભીના ભાવ "(વાર્તાસંગ્રહ)નું વિમોચન પણ સાહિત્ય સેવા સંકુલ ડાકોરના પ્રમુખ ડો.ફકીરભાઈ પટેલ ડો .આર. પી પટેલ સુભાષભાઈ દર્પણન્યુઝ ન્યુ જર્સી , મહેન્દ્રભાઈ ચૌહાણ, એ .ને .વોરા સાહેબ,મંત્રી શ્રી .કે .બી શાહ,પત્રકાર મહર્ષિ શૈલેષ,હાજર રહ્યા.
વિશેષ તો રાવજી પટેલએવોર્ડનો વિતરણ ગુજરાત લેવલેચાર વ્યક્તિઓને અર્પણ કરવામાં આવ્યું.
1)કથીરિયા પ્રવિણા "પવિ" નવસારી સાહિત્ય ક્ષેત્રે
2)ડો.અનુ મહેતા શિક્ષણ ક્ષેત્રે
3)ડો. ઉમા શર્મા સમાજક્ષેત્રે
4) શૈલેષ પંડ્યા મીડિયા ક્ષેત્રે.
બીજા 12 વ્યક્તિઓને વ્યક્તિ વિશેષસન્માન આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.
મંચ સંચાલન લેખિકા કથીરિયા પ્રવિણા દ્વારા સંભાળવામાં આવ્યું. આખા કાર્યક્રમની રોનક કથીરિયા પ્રવિણા "પવિ" આખા પ્રોગ્રામમાં છવાયેલા રહ્યાખૂબ ખૂબ અભિનંદન કથીરીયા પ્રવિણા પવિને.
*લેખિકા પરિચય*
*નામ:* પ્રવિણા કથીરીયા( પવિ )
*ગામ:* નવસારી
*જન્મ સ્થળ:*- જૂનાગઢ જિલ્લાનું મંડલીકપુર ગામ
*જન્મ તારીખ* 16/3/87
*સાસરુ*- જૂનાગઢ જિલ્લાનું ઉમરાળી ગામ
*અભ્યાસ:* બી.કોમ.
*રસ-રુચી.*
કાવ્ય, લેખ, લધુવાર્તા લખવી, એન્કરિંગ કરવું, જીવન વિકાસ અર્થે મળતો કોઈ ઉમદા સંદેશ સ્વીકારી વિશિષ્ઠ જીવન પદ્ધતિ અપનાવવા પ્રયાસ કરવો.
ગરીબ બાળકોના વિકાસ અર્થે સેવાના ભાવથી મફતમાં ટયુશન આપી વિદ્યાદાન કરવું.
*શોખ:* વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવી, વાંચન લેખન, ઉત્તમ વૈવિધ્ય જાણવાની જિજ્ઞાસા, વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસ કરીને ભારતીય વિરાસત ને સંસ્કૃતિને જાણવાનો પ્રયાસ કરવો.
*પ્રકાશન*: 1)"આભધરા"
(કાવ્ય સંગ્રહ)
2) "સંકલ્પ સિધ્ધિ
( કાવ્ય લેખ વાર્તા સંગ્રહ)
3) "સિંચન "
(લેખ સંગ્રહ)
*અન્ય:* " બી.કોમ." સુધી અભ્યાસ કરેલ છે.. પણ નાનપણ થી જ કવિતા, વાર્તાઓ લખવાનો શોખ છે. સ્કુલ કોલેજમાં સ્વરચિત કાવ્ય ,લેખ, રચનામાં હંમેશા મોખરે સ્થાન મેળવેલ છે. *GTPL ગુજરાતી ચેનલ* પર પણ સ્થાન મળ્યું છે. થોડી કવિતાઓનું સંકલન *યુ ટયુબ* પર પણ મુકેલ છે . તુલસી ખુશરો આંતરરાષ્ટ્રીય મંચ પર રચનાઓ વર્ણવવાનો મોકો મળ્યો છે. ,વાતૉ, લેખો અને કવિતાઓ વિવિધ ન્યૂઝપેપરમાં ,સાપ્તાહિક ,પાક્ષિક માસિક માં છપાય છે. 100 થી પણ વધારે પ્રમાણપત્રો રાજ્ય અને જિલ્લા કક્ષાએ સાહિત્યજગતમાં પ્રાપ્ત કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.