બાબરા પંથક માં યુરિયા ખાતર ની કુત્રિમ તંગી થી ખેડુતો પરેશાન જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દ્વારા રાજ્યપાલ સમક્ષ રજુઆત
બાબરા પંથક માં યુરિયા ખાતર ની કુત્રિમ તંગી થી ખેડુતો પરેશાન
જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દ્વારા રાજ્યપાલ સમક્ષ રજુઆત
બાબરા તાલુકા માં છેલ્લા આઠ દિવસ થી સતત વરસી ચૂકેલા વરસાદ બાદ ઉભાપાક ની તાતી જરૂરીયાત માટે જરૂરી ગણાતા યુરિયા પ્રોડક્ટ ના ખાતરો પુરતી માત્ર માં ઉપલબ્ધ નહિ થતા અને ખેડુતો યુરિયા ખાતર માટે બાબરા થી ૫૦ કિમી સુધી ના ગઢડા બોટાદ પાળીયાદ સુધી ખાતર માટે ભટકી રહ્યા ના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ ખાચર દ્વારા રાજ્ય સરકાર ની ગેરવ્યવસ્થા અંગે રાજ્યપાલ નું પત્ર દ્વારા ધ્યાન ખેંચ્યું છે
પત્ર માં જણાવ્યા મુજબ બાબરા પંથક સૌરાષ્ટ્ર માં કપાસ ઉત્પાદન અને મગફળી ઉત્પાદન માટે અવલ્લ રહે છે અને હાલ રાજ્ય માં વરસાદી આફત નો ખેડુતવર્ગ વધુ ને વધુ સામનો કરી ત્યારે ઉભા પાક માં પાણી લાગવા થી હાલ મોલાત ફેલ થવા ના ચિહ્નો વચ્ચે માત્ર રાસાયણિક યુરિયા એમોનિયા ખાતર દ્વારા પાક બચાવી શકાય તેમ છે ત્યારે અહીંના સરકારી સહકારી અને ખાનગી ખાતર ડેપો માં પુરતી માત્રા માં ખાતર ની આવક સ્ટોક નહિ હોવાથી ખેડુતો ખાતર માટે ભટકી રહ્યા છે આટલે થી અટકતું નથી ખેડુતો ખાતર મેળવવા ની લહાઈ માં નજીક ના જસદણ બોટાદ મોઢુકા પાળીયાદ સુધી વ્હેલી સવારે પહોંચી રહ્યા છે પરંતુ ખાતર નહિ મળવા થી વાહન ભાડા સહિત ના ખર્ચા માથે પડી રહ્યા છે
રાજ્ય ની ભાજપ સરકાર ખેડુતો ના હામી હોવાના પોકળ દાવા અને આગેવાનો ભાજપ મોવડી ના ગુણગાન કરતા થાકતી નથી આવા સમયે ખેડુતો ની જરૂયાત યુરિયા એમોનિયા ખાતર માટે ની વ્યવસ્થા કરવા માં મોઢું સીવી રહી છે ત્યારે આગામી દિવસો માં ખાતર મુદ્દે ખેડુતો નો રોષ રોડ ઉપર જોવા મળે તો નવાઈ નહિ તેવું શ્રી અશોકભાઇ ખાચર દ્વારા અંત માં જણાવ્યું છે
રિપોર્ટ દીપક કનૈયા બાબરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.