૧૫ ઓગસ્ટથી અમલી બનાવાશે, અમદાવાદમાં પ્રોપર્ટીટેકસની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકાશે
અમદાવાદ,શુક્રવાર, 12 ઓગસ્ટ,2022આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદના નગરજનો માટે ૧૫
ઓગસ્ટથી સીસીઆરએસ હેઠળ ૧૫૫૩૦૩ નંબર ઉપર પ્રોપર્ટીટેકસને લગતી ફરિયાદ ઓનલાઈન સ્વીકારવામાં આવશે.૭૫ ટકા
વ્યાજમાફી યોજના અંતર્ગત ચાર દિવસમાં ૧૮૦૦ કરદાતાઓને ૪૬.૪૦ લાખનું રીબેટ આપવામાં
આવ્યુ છે.રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકીલે પ્રતિક્રીયા
આપતા કહયુ,અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ પ્રાથમિક સુવિધાને લગતી ફરીયાદ શહેરીજનો
કોમ્પ્રીહેન્સિવ રીડ્રેસલ સિસ્ટર્હેઠળ ૧૫૫૩૦૩ નંબર ઉપર નોંધાવતા હોય છે.આ નંબર
ઉપરથી શહેરના કરદાતાઓ તેમની પ્રોપર્ટીટેકસ સંબંધિત ફરિયાદ પણ પંદર ઓગસ્ટથી નોંધાવી
શકશે.ટેકસ ખાતાની તમામ વોર્ડની અરજીઓ માટે એક ફરિયાદ નિવારણ અધિકારી નકકી કરવામાં
આવેલ છે.અરજદારની અરજી વોર્ડના ડીવિઝનલ સુપ્રિટેન્ડન્ટ પાસે
જશે.અરજી કર્યા બાદ પંદર દિવસમાં અરજીનો નિકાલ કરવામાં આવશે.અરજીનો નિકાલ થયા બાદ
અરજદારને મોબાઈલ ઉપર એસ.એમ.એસ.થી આ અંગેની જાણ કરવામાં આવશે.ડીવિઝનલ
સુપ્રિટેન્ડન્ટને કોઈ વધુ પુરાવાની જરુર જણાશે તો તે અરજદારને ફોનથી જાણ
કરશે.ડીવિઝનલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા સમયસર અરજીનો નિકાલ કરવામાં નહીં આવે તો
આસીસ્ટન્ટ મેનેજર અને ડેપ્યુટી એસેસર સુધી ફરિયાદ જશે.ડીવિઝનલ સુપ્રિટેન્ડન્ટ
દ્વારા ફરિયાદ કલોઝ કરાશે તો એવા સંજોગમાં અરજદાર ફરીથી ૧૫૫૩૦૩ ઉપર ફરિયાદ કરી
શકશે.૧૧ ઓગસ્ટ સુધીમાં તમામ ટેકસની આવક ૬૭૮.૮૮ કરોડ થઈ
૧૧ ઓગસ્ટ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને
મિલકતવેરા પેટે ૫૫૦.૮૦ કરોડ,પ્રોફેશનલ
ટેકસ પેટે ૬૮.૦૨ કરોડ અને વ્હીકલ ટેકસ પેટે ૬૦.૦૬ કરોડ મળી કુલ ૬૭૮.૮૮ કરોડ આવક
થવા પામી હતી.પશ્ચિમ ઝોનમાં મિલકતવેરાની ૧૫૪.૩૭ કરોડ, ઉત્તર-પશ્ચિમ
ઝોનમાં ૧૦૬.૫૮ કરોડ, મધ્યઝોનમાં
૮૧.૫૦ કરોડ, દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં ૭૫.૧૧ કરોડ, પૂર્વ
ઝોનમાં ૪૯.૮૩ કરોડ, દક્ષિણ
ઝોનમાં ૪૨.૮૧ કરોડ અને ઉત્તર ઝોનમાં ૪૦.૬૦ કરોડ આવક મિલકતવેરા પેટે થવા પામી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.