ભૂલથી આગનો એલાર્મ વાગતાં બેંગ્લુરુ-માલીની ફ્લાઈટનું કોઈમ્બતૂરમાં ઈમરજન્સી લેન્ડિંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/male-bound-go-first-flight-diverted-to-coimbatore-following-smoke-warning/" left="-10"]

ભૂલથી આગનો એલાર્મ વાગતાં બેંગ્લુરુ-માલીની ફ્લાઈટનું કોઈમ્બતૂરમાં ઈમરજન્સી લેન્ડિંગ


બેંગ્લુરુથી માલદિવ્સના પાટનગર માલી જઈ રહેલા ગો ફર્સ્ટના પેસેન્જર વિમાનનું કોઈમ્બતૂરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. વિમાનમાં એ વખતે ૯૨ મુસાફરો સવાર હતા. કોઈમ્બતૂરમાં સલામતી સાથે તમામ મુસાફરોને ઉતરાયા બાદ વિમાનનું ચેકિંગ કરાયું હતું.એન્જિનિયર્સે કહ્યું હતું કે ભૂલથી આગ-ધુમાડાનો એલાર્મ વાગ્યો હોઈ શકે છે. એ સિવાય વિમાનમાં કોઈ જ ગરબડ જણાતી નથી. તમામ ચકાસણી બાદ વિમાન ફરીથી ઉડાન ભરશે.કર્ણાટકના બેંગ્લુરુમાંથી ઉડેલું વિમાન તમિલનાડુના કોઈમ્બતૂર નજીક પહોંચ્યું ત્યારે ધુમાડા-આગનો એલાર્મ વાગતા વિમાનમાં સવાર પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સના જીવ પડીકે બંધાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]