એક ફૂટ લાંબી ચોટલી રાખી લેવાથી જ્ઞાની નથી બની જવાતું : તેજસ્વી - At This Time

એક ફૂટ લાંબી ચોટલી રાખી લેવાથી જ્ઞાની નથી બની જવાતું : તેજસ્વી


બિહારના નવા ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વચ્ચે ટ્વિટરમાં તું-તું મં મેં થયું હતું. ગિરિરાજ સિંહે તેજસ્વીનો જૂનો વીડિયો શેર કરીને કટાક્ષ કર્યો હતો, એ પછી તેજસ્વીએ પણ આક્રમક જવાબ આપ્યો હતો.૨૦૨૦માં બિહારની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે તેજસ્વી યાદવે કહ્યું હતું કે જો હું મુખ્યમંત્રી બનીશ તો ૧૦ લાખ યુવાનોને રોજગારી આપીશ. એ પછી તાજેતરના એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેજસ્વીને પૂછાયું હતું કે ૧૦ લાખ લોકોને બિહારની નવી સરકાર રોજગારી આપશે? જવાબમાં તેજસ્વીએ કહ્યું હતું કે ૧૦ લાખ નોકરીઓ હું મુખ્યમંત્રી બનું તો સર્જાવાની હતી, પરંતુ અત્યારે તો હું ઉપમુખ્યમંત્રી છું. વીડિયોનો આટલો નાનકડો ટૂકડો શેર કરીને ગિરિરાજે કટાક્ષ કર્યો હતો.એ પછી તેજસ્વીએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજને ટ્વિટરમાં જવાબ આપતા આખો વીડિયો શેર કરીને લખ્યું હતુંઃ શ્રીમાન જી, એટલા બેશરમ ન બનો. એક ફૂટ લાંબી ચોટલી રાખી દેવાથી કોઈ જ્ઞાની નથી બની જતું. જે રીતે તમે રાખો છો. તમારા લોકોની આવી ચિરકૂટ હરકતો વીડિયો એડિટિંગ, સડકછાપ નિવેદનોના કારણે જ બિહારમાં ભાજપની આ દુર્દશા છે. તમારી પાસે કોઈ ચહેરો જ નથી.તેજસ્વી આખા ઈન્ટર્વ્યૂમાં કહે છે કે ૧૦ લાખ નોકરીઓનો વાયદો તો મેં મુખ્યમંત્રી બનું તો કર્યો હતો, અત્યારે તો હું ઉપમુખ્યમંત્રી છું. પરંતુ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે આ બાબતે ચર્ચા થઈ ગઈ છે. એક વાર વિશ્વાસના મતની પ્રક્રિયા થઈ જાય પછી એ દિશામાં કામ કરવામાં આવશે. નીતિશ કુમારે એ બાબતે સહમતી આપી હોવાનું તેજસ્વીએ વીડિયોમાં કહ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon