ISROએ આગામી 15 વર્ષ માટે રોડમેપ તૈયાર કર્યો:આવતા વર્ષે રોબોટ, 2026માં મનુષ્યને અંતરિક્ષમાં મોકલશે; 2040માં ચંદ્ર પર પગલા પાડશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આગામી 15 વર્ષ માટે સંપૂર્ણ રોડમેપ તૈયાર કર્યો છે. આ માટે તેણે વર્ષ 2040 સુધીના સ્પેસ મિશનનું કેલેન્ડર તૈયાર કર્યું છે. આનાથી ભારતના સ્પેસ મિશન સાથે જોડાયેલી ઘણી માહિતી સામે આવી છે. આ દિશામાં, ગગનયાન મિશનનું પ્રથમ અન-ક્રુડ મિશન આગામી ત્રણ મહિનામાં લોન્ચ થવા જઈ રહ્યું છે. તેની આખરી તૈયારીઓ ચાલી રહી છે. આ પછી, બે રોબોટિક ગગનયાન જશે, જેમાં માનવીય રોબોટ વ્યોમિત્રને મોકલવામાં આવશે. હ્યુમનોઇડનો અર્થ એવો રોબોટ થાય છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી માણસ જેવું વર્તન કરી શકે છે. 2025ના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં અવકાશયાત્રીઓને મોકલવાની યોજના છે. ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓમાંથી બે ભારતીય અવકાશયાત્રીઓ ત્રણ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. ISRO 2029 સુધીમાં 3 હ્યુમન ફ્લાઈટ મોકલશે
ISROએ પાંચ વર્ષમાં ત્રણ વખત બે ભારતીય અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાની યોજના બનાવી છે. મિશનની સફળતાના આધારે અવકાશયાત્રીઓની સંખ્યા અને દિવસો વધી શકે છે. પ્રથમ ગગનયાન મિશન પછી 2026-27માં ગગનયાનની બીજી હ્યુમન ફ્લાઈટ અને 2028-29માં ત્રીજી હ્યુમન ફ્લાઈટ દ્વારા અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાની યોજના છે. આવતા વર્ષે 6 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે
ISRO આવતા વર્ષે 6 ઉપગ્રહો લોન્ચ કરશે. જેમાં નૌકાદળ માટે GSAT-7R, આર્મી માટે GSAT-7B, બ્રોડબેન્ડ અને ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી માટે GSAT-N2, સંરક્ષણ માટે GSAT-N3, અર્ધલશ્કરી, રેલવે, મત્સ્યઉદ્યોગ ઉપરાંત ગગનયાન સાથે કનેક્ટિવિટી જાળવવા માટે બે સેટેલાઇટનો સમાવેશ થાય છે. 6 સર્વેલન્સ સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવશે. ISROનું અવકાશ મિશન કેલેન્ડર શું છે મિશન ગગનયાન?
ગગનયાન ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મિશન છે જેના હેઠળ ચાર અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં જશે. આ 3 દિવસનું મિશન હશે, જે અંતર્ગત અવકાશયાત્રીઓની એક ટીમને પૃથ્વીથી 400 કિમી ઉપરની કક્ષામાં મોકલવામાં આવશે. જો ભારત તેના મિશનમાં સફળ થશે તો તે આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા આવું કરી ચુક્યા છે. ઈસરો અને અવકાશ સંબંધિત આ સમાચાર પણ વાંચો ... સ્વતંત્રતા દિવસના અવસર પર, ISROએ ગગનયાન મિશનના અવકાશયાત્રીઓની ટ્રેનિંગનો વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે અવકાશયાત્રીઓને અવકાશ જેવી સિમ્યુલેટેડ સ્થિતિમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અવકાશયાત્રીઓ પણ સ્પેસ મોડ્યુલની અંદર યોગ કરતા જોવા મળ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.