ઈઝરાયેલનો બદલો, ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના ટોચના ત્રણ કમાન્ડરોનો ખાત્મો
ઈરાને કરેલા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરીને લેબેનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ પર એર સ્ટ્રાઈક કરી છે. જેમાં આ સંગઠનના ટોચના બે કમાન્ડરો સહિત ત્રણના મોત થયા છે.
ઈઝરાયેલની ડિફેન્સ ફોર્સે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, 'હુમલામાં હિઝબુલ્લાના પશ્ચિમી વિસ્તારના રોકેટ તેમજ મિસાઈલ યુનિટના કમાન્ડર મોહમ્મદ હુસેન શાહોરીનુ મોત થયુ છે. શાહોરીએ લેબનોનના મધ્ય તેમજ પશ્ચિમના વિસ્તારોમાંથી ઈઝરાયેલ પર રોકેટ અને મિસાઈલ એટેક કરવાની યોજના બનાવી હતી અને તેને અંજામ પણ આપ્યો હતો. એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહના રોકેટ તેમજ મિસાઈલ યુનિટનો અન્ય એક કમાન્ડર મહેમૂદ ઈબ્રાહિમ ફદલ્લાહ પણ માર્યો ગયો છે. '
આ પહેલા ઈઝરાયેલના હવાઈ હુમલા અંગે અમેરિકન ન્યૂઝ ચેનલે જાણકારી આપતા કહ્યુ હતુ કે, 'લેબનોનના એન એબલ વિસ્તારમાં હિઝબુલ્લાહના કમાન્ડર ઈસ્માઈલ યૂસુફ બાઝનુ મોત થયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.