ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૭ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૭ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ


ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૭ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ
-----------
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮ થી ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજના અમલીકૃત કરવામાં આવી છે. જે હેઠળ પૂરક પોષણ અને પૂરક પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાઓના તમામ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ હતી. જેમાં કિશોરીઓને લગતા તમામ મુદાઓને આવરી લઈ તાલીમ આપવામાં આવી હતી.

જિલ્લાના તમામ ૪૭ સેજાઓમાં તા: ૦૪/૦૪/૨૦૨૫ થી તા:૧૦/૦૫/૨૦૨૫નાં સમયગાળા દરમિયાન ૪૭ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ હતી.

આ તાલીમમાં વિવિધ તજજ્ઞો, સી.ડી.પી.ઓ.શ્રી, મુખ્ય સેવીકાશ્રી અન્ય વિભાગોમાંથી આવેલ અધિકારીશ્રીઓ દ્વારા પૂર્ણા સખી સહસખી મોડ્યુલ અંગેની જાણકારી તેમજ સખી-સહસખીના માપદંડો અને ભૂમિકા વગેરે જેવા મોડ્યુલમાં સમાવેશ તમામ મુદાઓને આવરી લઈ તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં અંદાજીત ૨૩૩૨ સખી/સહસખીને તાલીમબદ્ધ કરવામાં આવી હતી. આ તાલીમનાં અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૧૧૩૧ આંગણવાડી કાર્યકર, ૦૮ સી.ડી.પીઓ, ૪૦ મુખ્ય સેવિકા, ૨૩૩૨ સખી/સહસખી એમ કુલ મળીને ૩૫૧૧ મહિલાઓને પૂર્ણા મોડ્યુલની તાલીમ આપવામાં આવી છે.

આ તાલીમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર શ્રી હિરાબહેન રાજશાખાનાં યોગ્ય માર્ગદર્શન હેઠળ તથા જિલ્લાનાં પૂર્ણા કન્સલ્ટન્ટ જિ.પં ગીર સોમનાથની દેખરેખ હેઠળ આ આયોજન કરી આ તાલીમને સફળ બનાવવામાં આવી હતી.

આ તાલીમ થકી કિશોરીઓને સરકારશ્રીની પૂર્ણા યોજના વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ પૂર્ણા યોજના થકી ગુજરાતની દરેક કિશોરીઓ તેના જીવન કાળમાં સાચા અર્થમાં પૂર્ણા બને તેવું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image