રાજકોટમાં 12 વર્ષની બાળકીને સગા બનેવીએ ખરાબ કૃત્ય કરવાના ઇરાદે બિભત્સ મેસેજ કર્યા
રાજકોટમાં 12 વર્ષની બાળકીને તેના સગા બનેવીએ ખરાબ કૃત્ય કરવાના ઇરાદે બિભત્સ મેસેજ અને વાતચીત કરી છેડતી કરી હતી. બાદમાં બાળકીના મોટા ભાઈએ મોબાઈલ ચેક કરતાં ભાંડો ફૂટ્યો હતો. બનાવ અંગે મહિલા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાં તજવીજ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં રહેતાં 23 વર્ષના યુવકે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના સગા બનેવીનું નામ આપતા મહિલા પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ પોક્સો, છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરે છે અને ચાર ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ છે. તેમની મોટી બહેનના લગ્ન છ વર્ષ પહેલાં રાજકોટમાં રહેતા યુવાન સાથે થયાં હતાં. જે બાદ તેમની સૌથી નાની બહેન 12 વર્ષની છે. જે તેમની સાથે રહે છે અને ઘરની નજીકમાં આવેલ તે કલાસિસ કરવા જાય છે. તેમની માતાનું વર્ષ 2018 માં અવસાન થયેલ છે.
વધુમાં ઉમેર્યું કે, તે ઘરે હતો ત્યારે ઘરનો મોબાઈલ ચેક કરતાં તે ચોંકી ગયો હતો. જેમાં તેમની નાની બહેન સાથે તેમના બનેવીએ બીભત્સ વાતો કરેલ હોવાનું જોવા મળ્યું હતું. તેમની બહેનનો ભોળપણનો ફાયદો ઉઠાવી આરોપીએ બદકામના ઇરાદાથી ફોનમાં મેસેજ અને વાતચીત કરી બીભત્સ માંગણી કરી હોવાનું સામે આવતાં તેઓએ તેમની બહેનને ઓઉછતા6 તે ભાંગી પડી હતી. અને વાત કરી હતી કે, આરોપી તેને છેલ્લા દોઢ મહિનાથી હેરાન કરી ખરાબ મેસેજ કરે છે અને કોઈને કહીશ તો તારી બહેન સાથે સબંધ તોડી નાંખીસ અને તેનો પુત્ર પણ રખડતો થઈ જશે તેવી ધમકી આપતો હતો. જેથી બહેનનું લગ્ન જીવન ટકાવવા માટે તેણીએ કોઈને વાત કરી ન હતી. તેમજ બદકામ કરવા માટે મળવા પણ દબાણ કરતો હોવાનું જણાવ્યું હતું.
જે અંગેની ફરિયાદ પરથી મહિલા પોલીસે ગુનો નોંધી પીઆઈ ઈલાબેન સાવલિયાની રાહબરીમાં પીએસઆઈ એફ.બી.ગગનીયા અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.