નેત્રંગ તાલુકાના આંબાખાડી ગામે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા ઝડપાઇ
પોલીસે ઘટના સ્થળેથી આંકડા લખેલ સ્લિપબુક સહિત રોકડા રુપિયા ૮૨૦ નો મુદ્દામાલ કબ્જે લીધો
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના આંબાખાડી બિલોઠી ગામે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી એક મહિલાને પોલીસે ઝડપી લીધી હતી. નેત્રંગ પીઆઇ આર.સી.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આંબાખાડી બિલોઠી ગામમાં રહેતા વિનાબેન સુનિલભાઇ વસાવા પોતાની પાનપડીકીની દુકાનની પાછળ ખુરશી પર બેસીને આંક ફરકના આંકડા લખીને જુગાર રમાડે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા સ્થળ ઉપર સદર મહિલા ખુરશી પર બેસીને આંક ફરકના આંકડા લખતા હતા,અને એક ઇસમ કંઇક લખાવતો હતો. પોલીસને જોઇને આ ઇસમ સ્થળ ઉપરથી નાશી ગયો હતો. પોલીસે સ્થળ ઉપર આંકડા લખતી સદર મહિલાને વિવિધ આંકડા લખેલ સ્લિપ બુક બોલપેન અને કાર્બન પેપર સહિત રોકડા રૂપિયા ૮૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી. પોલીસે આ મહિલા વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે
