જેતપુરમાં 57 વર્ષીય પ્રોદ્ધનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત - At This Time

જેતપુરમાં 57 વર્ષીય પ્રોદ્ધનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત


જેતપુરના ગોવર્ધન નગર સોસાયટીમાં રહેતા 57 વર્ષીય પ્રોદ્ધએ અગમ્ય કારણોસર આજે સવારે ગળેફાંસો કાઇ જીવન ટુંકાવ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ જેતપુર શહેરના ગોવર્ધન નગર સોસાયટીમાં રહેતા જમીન મકાનની દલાલી કરનાર અને બ્રહ્મક્ષત્રીય સમાજના પૂર્વ પ્રમુખ મનીષભાઈ આસરા નામના 57 વર્ષીય પ્રોદ્ધ આજે સવારના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો જેથી પરિવારજનો તેઓને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મરણ ગયેલા જાહેર કર્યા હતા.આ બનાવ અંગે સિટી પોલીસ ને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ASHISH PATDIYA JETPUR


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.