બોટાદ પોલીસ અને આરપીએફ કમાન્ડો દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને રૂરલ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજાયો - At This Time

બોટાદ પોલીસ અને આરપીએફ કમાન્ડો દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને રૂરલ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજાયો


દેશમાં ૭ ચરણમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ગુજરાતમાં ત્રીજા ચરણમાં ૭ મી મે એ લોકસભાની ચૂંટણી યોજવાની છે જેથી તમામ રાજકીય પક્ષો મતદારોને મનાવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યનું પોલીસ વિભાગ એલર્ટ થયું છે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા તમામ સ્થળો અને રસ્તાઓ પર ચેકપોસ્ટ ઉભી કરાય છે તેમજ અસામાજિક તત્વો અને ક્રાઈમના રીઢા ગુનેગારોને હદપાર પાસા તડીપાર કરી કડક કાર્યવાહી કરવાની શરૂ કરી છે ત્યારે મતદારોને ચૂંટણી સમયે કોઈ તકલીફ ન પડે તે માટે બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડ માં આવી છે બોટાદના ગ્રામ્ય વિસ્તારમાં ફ્લેટ માર્ચ યોજી હતી ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા ની સુચના અનુસાર બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ સાકરીયા બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.વી.આર રાવ તેમજ પોલીસ સ્ટાફ અને આરપીએફ કમાન્ડો દ્વારા બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારો તાજપર સરવઇ પાટી મોટા ઝીંઝાવદર લાખેણી રોહીશાળા લાઢીદડ વાળી સમઢીયાળા નંબર એક ગામોમાં આરપીએફ તથા પોલીસ દ્વારા સંવેદનશીલ ગામ બુથ વિસ્તારમાં ફ્લેટ માર્ચ તથા ફુટ પેટ્રોલ યોજવામાં આવ્યું હતુ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.