કોર્પોરેટ કરદાતાઓ માટે ટૂંક સમયમાં સરકાર કરી શકે છે આ જાહેરાત
નવી દિલ્હી, તા. 15 ઓગસ્ટ 2022 સોમવારનાણા મંત્રાલય છૂટછાટોથી મુક્ત ટેક્સ સિસ્ટમની સમીક્ષાની યોજના બનાવી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવી વ્યવસ્થામાં ટેક્સને ઓછો કરવાથી આ વધારે આકર્ષક બની શકશે. આ પ્રકારની ટેક્સ સિસ્ટમ કોર્પોરેટ કરદાતાઓ માટે પણ સપ્ટેમ્બર 2019માં લાવવામાં આવી હતી. જેમાં ટેક્સ રેટ ઘટાડવામાં આવ્યો હતો અને સાથે જ છુટને પણ સમાપ્ત કરવામાં આવી હતી. સૂત્રોએ કહ્યુ કે સરકારનો ઈરાદો આવી કર પ્રણાલી સ્થાપિત કરવાનો છે, જેમાં કોઈ પ્રકારની છુટછાટ ના હોય. આ સાથે જ સરકાર છુટ અને કપાતવાળી જટિલ જૂની ટેક્સ સિસ્ટમને પૂરી કરવા ઈચ્છે છે. સામાન્ય બજેટ 2020-21માં એક નવી ટેક્સ સિસ્ટમ કજૂ કરવામાં આવી હતી. આ નવી ટેક્સ સિસ્ટમ કરદાતાઓને વિભિન્ન કપાત અને છુટની સાથે જૂની વ્યવસ્થા અને છુટ વિના તેમજ કપાતવાળી નીચલા દરની નવી વ્યવસ્થામાંથી પસંદગીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.