મ.પ્ર.માં આરટીઓ અધિકારીને ત્યાં દરોડામાં મળી કરોડોની પ્રોપર્ટી
- આવક કરતાં 650 ગણી વધુ સંપત્તિ મળી- 16 લાખ રોકડા, અડધો ડઝન મકાનો, કરોડાના આભૂષણો મળતા અધિકારીઓ સ્તબ્ધ થયાજબલપુર : આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં મધ્યપ્રદેશના આરટીઓ અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તો દરોડા પાડનારા જોતા જ રહી ગયા. તેમણે આરટીઓ ઓફિસરનું ઘર જોઈને કહ્યું કે આ ઘર છે કે રાજમહેલ છે. આરટીઓ ઓફિસર સંતોષ પાલસિંહની ઘર કોઈ મહેલથી ઓછું દેખાતું ન હતું. તેના પછી અધિકારીઓએ તેમની સંપત્તિ જોઈ તો હેરાન થઈ ગયા. આરટીઓ અધિકારીને ત્યાં પોતાની આવક કરતાં ૬૫૦ ગણી વધુ સંપત્તિ હોવાના સંકેત મળ્યા છે. તપાસમાં ૧૬ લાખ રુપિયા તો રોકડા મળ્યા. આ સિવાય મિલકતોના દસ્તાવેજો મળ્યા છે. મધ્યપ્રદેશની આર્થિક ગુનાનિવારણ શાખાએ પાડેલા રોકડમાં લાખો રુપિયા ઉપરાંત કરોડો રુપિયાના ઝવેરાત પણ મળ્યા છે. આ સિવાય અડધા ડઝન મકાનો, લક્ઝુરિયસ કારો અને ફાર્મહાઉસ હોવાની જાણકારી પણ મળી છે. ઇઓડબલ્યુના એસપી દેવેન્દ્રપ્રતાપ સિંહના જણાવ્યા મુજબ આરટીઓ સંતોષપાલ સિંહ અને તેની પત્ની રેખા પાલસિંહ પાસે જબરજસ્ત સંપત્તિ હોવાની ફરિયાદો મળી હતી. તેના પછી આ ફરિયાદોની ચકાસણી કરાવવામાં આવી. તેની પાસે રોકડ સંપત્તિ ઉપરાંત અડધો ડઝન ઘર હોવાના કાગળિયા મળી આવતા તપાસ કરનારાઓ પણ ચોંકી આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.