સરહદ ડેરીમાં કેન ખરીદી, ખાણ દાણ, બોનસ ગેરરીતિ જેવા અનેક કૌભાંડો ! - At This Time

સરહદ ડેરીમાં કેન ખરીદી, ખાણ દાણ, બોનસ ગેરરીતિ જેવા અનેક કૌભાંડો !


ભુજ,ગુરૃવારકચ્છ જિલ્લામાં કાર્યરત સરહદ ડેરીના માધ્યમાથી જિલ્લાના પશુપાલકોનું વિપુલ માત્રામાં દુાધ ખરીદાય છે. તેમજ જિલ્લાનો પશુપાલક વર્ગ રોજગારી માટે ડેરી સાથે સંકળાયેલ છે. ત્યારે ડેરીના વહીવટમાં પ્રવર્તતી અનિયમિતતાને કારણે આવા પશુપાલકોને તેમના દ્વારા ડેરીમાં અપાતા દુાધના પોષણ ક્ષમ ભાવો મળી શકતા નાથી. જેાથી ડેરીનું વહીવટ સરળ તાથા પારદર્શક બને અને ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે ઉદેશની પૂર્તિ માટે ડેરીના હાલના ચેરમેન વલમજી હુંબલને ડેરીના ચેરમેન પદેાથી હટાવવા ગુજરાત રાજયના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે. ભુજમાં આવેલા કચ્છ કન્ઝર્વન ફાઉન્ડેશન નામના ટ્રસ્ટે આક્ષેપો સાથેનો પત્ર લખતા ખળભળાટ મચ્યો છે.હાલે ડેરીના ચેરમેન દ્વારા એકહથ્થુ અને મનસ્વીપણે વહીવટ કરાતો હોઈ તેમની સામે ગેરરિતીની અનેક રજુઆતો સ્વૈચ્છિક સંસૃથાઓ, સામાજીક કાર્યકરો, પશુપાલકો તાથા સૃથાનિકે ડેરી સંભાળતા સંચાલકો વિગેરેએ સરકારને અનેક વખત કરેલ છે. આ ઉપરાંત ડેરી સાથે સંકળાયેલ પશુપાલકો તેમજ ડેરી સંચાલકો દ્વારા જિલ્લામાં અપુરતા ભાવો સંદર્ભે કરેલ આંદોલનના પુરાવાઓ પણ રજુ કરવામાં આવેલ છે.ડેરીના હાલના ચેરમેન પાસે આના સિવાય કે અનેક વિાધ સંગઠનોના હોદાઓ જેવા કે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી, અંજાર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન, ગુજરાત કો.ઓપરેટીવ માર્કે. સોસાયટી (ગુ.જ.કો.મા.સોલ) ના ડાયરેકટર, કચ્છ જિલ્લા મધ્યસૃથ સહકારી બેંકના ડાયરેકટર, અમુલ મિલ્ક ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાઈસ ચેરમેન જેવા છ મોટા હોદાઓ હોતા આવા મહત્વના એક સાથે અનેક હોદાઓ ધરાવતી વ્યકિત દરેક ક્ષેત્રને પુરતો ન્યાય ન આપી શકે તે સ્વાભાવિકે હોવાનું જણાય છે.વલમજી હુંબલ દ્વારા ડેરી સંચાલનમાં આચરાયેલા વિવિાધ ગેરરિતીઓની વાત કરીએ તો કેન્દ્ર પુરસ્કૃત સરહદ વિકાસ વિસ્તાર કાર્યક્રમ યોજના અંતર્ગત તેમના દ્વારા દુાધ શીત કેન્દ્ર, દુાધના ટેન્કરો તેમજ અન્ય વાહનો બનાવવા ડેરીના નામે ગ્રાંટ મેળવી ટેન્ડર પ્રક્રિયા વિના ઉપરોકત કામો ડેરીના નામે કરાવવા, ખાણ દાણની ખરીદીની પ્રક્રિયા તેમજ ખાણ દાણની ફેકટરીથી માંડી, ચિલીંગ સેન્ટર, શીત કેન્દ્રો વિગેરે બનાવવા માટે જરૃરી જમીન પોતાના મળતીયાઓ સાથે ઉંચી કિંમતે ખરીદી, પરોક્ષ રીતે પોતે ભાગીદાર હોવાનો આક્ષેપ કરાયેલ છે. આ ઉપરાંત પશુપાલકોને અપાતી ભેટ સોગાદના માલ સામાનની ખરીદી, દુાધ ભરવા અપાતા કેનોની અતિ નબળી ગુણવતા તેમજ પોતાના મળતીયાઓના વાહનોની કિલોમીટર દીઠ ઉંચી કિંમત ચુકવવાની ગેરરિતીઓ કહેવાતા કચ્છ કુરીયન દ્વારા આચરવામાં આવી છે.આવી અનેક વિાધ કૌભાંડોને લઈને લાખો પશુપાલકો નારાજ છે પરંતુ તેઓ અનેક વગદાર હોદાઓ ધરાવતા હોવાને કારણે ભાજપ તેમને છાવરી રહી હોવા અંગેની લોક મુખે ચર્ચાતી વાતો પક્ષને જિલ્લામાં મોટુ નુકશાન કરે તે પહેલા ડેરીના ચેરમેન તરીકે સમાજના અન્ય યોગ્ય આગેવાનની વરણી કરવામાં આવે તેવું સ્પષ્ટ સુચન પણ ઉચ્ચ સ્તરે કરાયેલી રજુઆતમાં કરવામાં આવ્યુ છે. બીજા યોગ્ય અગ્રણી સરહદ ડેરીનું સંચાલન વધુ પારદર્શી તેમજ યોગ્ય રીતે કરી શકશે તેમજ પશુપાલકોને થતો અન્યાય દુર કરી તેમને ભાજપ તરફ વાળી શકશે. જેનો સીધો ફાયદો પક્ષને આગામી વિાધાનસભાની ચૂંટણીમાં થશે. દરેક મંડળીની ૧% અનામત રકમ કાપી સંઘ વાપરે છે અને મંડળીઓના નવી કંપનીના મશીનો બીલ વગર લાવી જે ભ્રષ્ટાચાર થયેલ છે તે મંડળીઓ સહન કરી શકતી નાથી. ૭૭૦ મંડળીઓના કેન ખરીદી, ખાણ દાણ, બોનસ ગેરરિતી જેવા મુદાઓ કચ્છના માલાધારીઓને પડયા પર પાટુ સમાન છે. હુંબલ પર એવો પણ આક્ષેપ છે કે, અન્ય જુાથના કાર્યકરોને મંડળી સૃથાપવા પરવાનગી ન આપવાની નિતીના કારણે તેમના જુાથ સાથે ન સંકળાયેલા ભાજપના અન્ય કાર્યકરો નારાજ હોવાથી આગામી ચૂંટણીમાં પક્ષને મોટી નુકશાની નિવારવા અન્ય યોગ્ય અગ્રણીને સરહદ ડેરીનું સુકાન સોંપવા તેમજ જિલ્લામાં સરહદ ડેરી સાથે સંકળાયેલ વર્ગનો ખાનગી સર્વે કરાવી તથ્યો ચકાસવાની સલાહ પણ ડેરીના હિતમાં કરવામાં આવી છે. આ અંગે કચ્છ કન્વર્ઝન ફાઉન્ડેશન દ્વારા રજુઆત કરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon