ઢોલીડા ઢોલ ધીરો વગાડના તાલે પાંચમા નોરતે આનંદધામ ગ્રીન સિટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા - At This Time

ઢોલીડા ઢોલ ધીરો વગાડના તાલે પાંચમા નોરતે આનંદધામ ગ્રીન સિટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા


ઢોલીડા ઢોલ ધીરો વગાડના તાલે પાંચમા નોરતે આનંદધામ ગ્રીન સિટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા

બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ આનંદધામ ગ્રીન સિટી સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે જેમાં માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી ખેલૈયાઓ મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ મન મૂકીને ગરબે રમતા જોવા મળી આવ્યા હતા આ નવરાત્રી ઉત્સવ દરમિયાન દરેક વ્યક્તિઓને માટે નાસ્તા ની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હતી આ નવરાત્રી મહોત્સવનું સમગ્ર સંચાલન કરતા ધીરજભાઈ દેસાણી એસ.કે પટેલ ભુપેન્દ્રભાઈ માલા પરાક્રમસિંહ રાણા કમલેશભાઈ મહેતા તથા અન્ય સાથી મિત્રો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઉત્સવ દરમિયાન રણજીતભાઈ વાળા તરફથી રૂપિયા 21,000 નવરાત્રીમાં અનુદાન આવેલ છે.આ પ્રસંગે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયા બિલ્ડર રણજીતભાઈ વાળા તથા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દેવેન્દ્રભાઈ માઢકનું આયોજકો તરફથી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.