બોટાદમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવા બની આશીર્વાદ રૂપ 24 દિવસની નાની બાળકીનો જીવ બચાવ્યો
(અજય ચૌહાણ)
ફરી એક વાર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ની સેવા બની આશીર્વાદ રૂપ .બોટાદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ માં એક 24 દિવસનું નાની બાળકી ને અચાનક શ્વાસ માં તકલીફ અને તાવ ને meningitis. જેવી તકલીફ હોવાથી 108 ને કોલ કરતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં એને ભાવનગર સર.ટી.હોસ્પિટલમ માં ઓક્સિજન સપોર્ટ સાથે 108 નાં ઇ.એમ.ટી પંડ્યા ધ્રુવકુમાર અને 108 ના પાઇલોટ ભાવીનભાઈ ડાભી દ્વારા તાત્કાલિક ભાવનગર ખસેડવામાં આવી હતી.જેમાં ચાલુ એમ્બ્યુલન્સ માં ERCP ડોક્ટર ની સલાહ મુજબ જરૂરી મેડિસિન અને સારવાર આપવામાં આવી હતી.જેથી હોસ્પિટલ ના ડોકટર-સ્ટાફ અને દર્દી ના સગા દ્વારા 108 સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો. 108 ના EME આશિષ વાળા અને PM દિલીપ સોલંકી દ્વારા 108 ટીમ ને પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
