સાયલા શ્રી શકિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી અનુપમ વિધાલય નોલી- (વિહળનગર)ના પ્રાંગણમાં રમતોત્સવની ઉજવણી કરવામાં આવી. - At This Time

સાયલા શ્રી શકિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી અનુપમ વિધાલય નોલી- (વિહળનગર)ના પ્રાંગણમાં રમતોત્સવની ઉજવણી કરવામાં આવી.


સાયલા ની અનુપમ વિધાલય નોલી- (વિહળનગર)માં રમતોત્સવની ઉજવણી કરાઇ. પ્રારંભિક બાળપણ શિક્ષણ માટે રમતનું મહત્વ જીવનનાં પ્રથમ વર્ષો શીખવવાના અનુભવો અને મગજનાં વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ છે. વિકાસ માટે રમત આવશ્યક છે. શ્રી અનુપમ વિધાલયના આંગણામાં યોજાયેલી રમતોત્સવમાં સંગીત ખુરશી, લોટ ફુકણી, લીંબુ-ચમચી, ફુગ્ગા ફેલાવવા, કોથળા દોડ, રસ્સા ખેચ, ૧૦૦ મીટર દોડ, ગુથમગુથ વગેરે રસપ્રદ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવમાં શાળામાં અભ્યાસ કરતા મોટા ભાગનાં બાળકોએ ભાગ લીધો હતો. રમતગમતની શરૂઆત પ્રાર્થના બાદ બાળમંદિરના અને ધો-૧ના બાળકો દ્ધારા રમતોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવમાં અંતે દરેક રમતમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શિક્ષકશ્રીએ જીવનમાં રમતનું મહત્વ બાળકોને સમજાવ્યું હતું. રમતોત્સવમાં બાળકોએ ખૂબ જ આનંદ માણ્યો હતો. આનંદમાં ભાગીદારી નોંધાવવા સંચાલકો તેમજ શિક્ષક મિત્રો પણ ઊપસ્થિત રહયા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image