ERDMP ના દિશા નિર્દેશ અનુસાર ગેલ ઇન્ડિયા લિમિટેડ લાકડિયા, એચ પી સી એલ સાંતલપુર અને આઇ ઓ સી એલ રાધનપુર કંપની ના સંયુક્ત ઉપક્રમ દ્વારા ઓફ સાઈટ મોક ડ્રિલ નું આયોજન
આજ રોજ સાંતલપુર તાલુકાના દઇગામડા ગામ પાસે ગેલ ઈન્ડિયા કંપની ની પાઈપ લાઈન ચેનેજ ૨૬૧ પર ગેલ ઇન્ડિયા લિમિટેડ, આઇ પી એસ સામખિયાળી, એચ પી સી એલ, સાંતલપુર અને આઇ ઓ સી એલ રાધનપુર પ્લાન્ટ દ્વારા જે એલ પી એલ, એલ પી જી અને એમ ડી પી એલ પાઈપલાઈન, ગુજરાત ક્ષેત્ર નું ઓફ સાઈટ ઇમરજન્સી મોક ડ્રીલ કાર્યક્રમ નું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપાતકાલીન પરિસ્થિતિ માં ગેસ અથવા ઓઇલ લીકેજ હોય અથવા આગ લાગી હોય તો તેને કેવી રીતે પહોંચી વળવું અને આસપાસ ના જનજીવન તથા સંપતિ ને નજીવું નુકસાન થાય તેની કાળજી લય શકાય. આ કાર્યક્રમ માં ગેલ કંપની સાથે એચ પી સી એલ, સાંતલપુર અને આઇ ઓ સી એલ રાધનપુર ઉપરાંત પાટણ જિલ્લા પ્રશાસન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાત પોલીસ અને અન્ય સહભાગી સંસ્થાઓ, વગેરે એ ભાગ લીધો અને સુઝાવ અને સૂચનો આપ્યા હતા જેથી બચાવ અને રાહત કામગીરી વધુ અસરકારક બનાવી શકાય.
અંત માં ગેલ કંપની તરફ થી પ્રભારી શ્રી બિમલ દેસાઈ એ ઉપસ્થિત ગ્રામજનો અને સર્વ નો આભાર વ્યકત કરી કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.
અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.