જી.એસ.આર.ટી.સી. માં યુનિફોર્મ વગર અને બેફામ ડ્રાઇવિંગ અને ઉધતાય ભર્યા વર્તન સાથે ફરજ બજવતા ડ્રાઇવર , કંડકટર .
જાણવા મળતી માહિતી મુજબ અમરેલી થી સાવરકુંડલા , રાજુલા , મહુવા જેવા રૂટ માં લોકલ બસોમાં ફરજ બજાવતા નિગમ ના કર્મચારી પોતાના ડ્રેસ કોડ અને નેમ પ્લેટ વગર ફરજ પર અનેક વાર જોવા મળે છે ત્યારે કોઈના યુનિફોર્મ વગર ફરજ બજાવતા હોવાથી કોણ ડ્રાઇવર કોણ કન્ડેકટર અને કોણ પેસેન્જર તેનો ભેદ ઉકેલવો અઘરો છે , જ્યારે એવું પણ બને કે મૂળ ફરજ પરના ડ્રાઇવર , કન્ડેકટર ની અવેજ માં કોઈ આવારા તત્વો કે શિખાવ અને દાડીયા પણ ફરજ બજાવતા હોય તે કહેવું મુશ્કેલ છે , ત્યારે ફરજ પરના ડ્રાઇવિંગ દ્વારા બેફામ ડ્રાઇવિંગ અને કન્ડેકટર દ્વારા ઉધતાય ભર્યા વર્તન નો મામલો સામે આવ્યો છે ત્યારે કન્ડેકટર દ્વારા છુટા પૈસા ન હોવાના કારણે પણ અનેક રકઝક પણ થતી જોવા મળે છે ત્યારે કોઈના છુટા પૈસા પાછા પછી આપવાનું કહી ભૂલી ગયા ના બનાવ પણ બને છે ત્યારે આવા એક એક પેસેન્જર દીઠ 3 કે 4 કે 7 રૂપિયા પરત આવવાનું ભૂલતા કન્ડેકટર પાસે મહિને તેની સેલેરી જેટલી બીજી કમાણી થઈ જતી હોય તો પણ નવાઈની વાત નથી. જ્યારે આ બાબતે મુસાફરો દ્વારા ફરિયાદ કરવાનું કહેવામાં આવે તો ડ્રાઇવર કન્ડેકટર દ્વારા , ખુલી ધમકી આપતા કહે છે કે dc સાહેબ ને કેવું હોય તો પણ કહી દો અને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમે કોઈ થી નહિ ડરતા , એવું સાંભળતા મુસાફરો ને એવો અનુભવ થયો કે જી.એસ.આર.ટી.સી. નિગમ ની નહીં પણ આવા લોકોના બાપ દાદાની જાગીર છે . જ્યારે નિગમ અને સરકાર દ્વારા લોકોની સુવિધા માટે અને આવક વધારવા અનેક નવા રુટ અને દિવાળી ના તહેવારો ને લઈને અનેક એક્સ્ટ્રા રુટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ આવા કર્મચારી ના કારણે લોકો નિગમ ની બસો માં સફર કરતા પહેલા વિચાર કરતા થયા છે. ત્યારે ઉપરોક્ત બાબતે નિગમ અને ઉપરી અધિકારી દ્વારા વહેલી તકે ઘટતું કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
919913263165
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.