દિવ્યાંગ એસસ્મેન્ટ કેમ્પના આયોજન બદલ દિવ્યાંગ લાભાર્થીઓએ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી પરત્વે સંતોષ વ્યક્ત કર્યો
(અજય ચૌહાણ દ્વારા)
ભારત સરકારના મંત્રી નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે દિવ્યાંગ એસસ્મેન્ટ કેમ્પ યોજાયો હતો. રાજ્ય અને દેશના દિવ્યાંગજનોની સરકાર સતત ચિંતા કરી રહી છે અને દિવ્યાંગજનોને સંપૂર્ણ હૂંફ અને માવજત મળી રહે તે માટે કાર્યરત છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારોમાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસસ્મેન્ટ કેમ્પ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે યોજાયો હતો.આ કેમ્પમાં અનેક દિવ્યાંગ લાભાર્થીઓએ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી પરત્વે સંતોષ વ્યક્ત કર્યો હતો. બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમાં ચકાસણી કેમ્પ યોજાયા હતા અને બાકી રહેલા દિવ્યાંગજનો માટે બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અન્ય દિવ્યાંગજન પણ એસેસ્મેન્ટ કેમ્પના સુચારૂં આયોજન બદલ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીને શુભેચ્છા પાઠવી સરકાર અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.