વિરપુર તાલુકાના બારોડા ગામે શ્રમિક યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો….
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના બારોડા ગામે આવેલી બ્લોકની ફેક્ટરી પર પતરાના શેડમાં રહેતા 19 વર્ષિય રાજસ્થાની યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ અંગે વિરપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે વિરપુર તાલુકાના બારોડા ગામના મુવાલમાં ટીએન્ડએન ફ્લાય બ્રિક્સ એન્ડ બ્લોકમાં ચારેક દિવસ પહેલા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ચીખલી ગામથી સુશીલ રમેશભાઈ લખાભાઈ ડામોર (ઉ.વ.19) નામનો યુવક કામ માટે આવ્યો હતો. દરમિયાનમાં સુશીલનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં 31મીના રોજ સવારે મળી આવ્યો હતો આ અંગે વિરપુર પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી પ્રાથમિક તપાસમાં સુશીલે કોઇ અગમ્ય કારણોસર પતરાના શેડમાં લોખંડની એંગલની ઉપર એક કાળા કલરની તથા સફેદ કલરના ટપકાં વાળી ઓઢણીથી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પરંતુ સુશીલે ક્યા કારણોસર આપઘાત કર્યો ? તે જાણવા મળ્યું નહતું. આ અંગે વિરપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
