બોટાદના ગઢડા શહેરમાં ઢસા રોડ પર બોલેરો પીકઅપ વાહને ગાયોને અડફેટે લેતા ત્રણ ગાયો ના મૃત્યુ નીપજ્યા હતા.
ગઢડા શહેરમાં ઢસા રોડ પર બોલેરો પીકઅપ વાહન ચાલકે ત્રણ ગાયોને અડફેટે લેતા એક ગાય સ્થળ ઉપર મૃત્યુ પામેલ બીજી ગયો ને સારવાર અર્થે ગઢડા પશુ દવાખાનેથી ડોક્ટર મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ડોક્ટર દિપક સાહેબ ડોક્ટર મેહુલભાઈ ગઢડા આઈ શ્રી સોનલ જીવદયા ગૌ શાળા ના સભ્યો સાથે ગઢડા હોમગાર્ડ જવાન ચંદ્રકાંતભાઈ સોલંકી તાત્કાલિક સારવાર અર્થે પહોંચી સાથોસાથ ખોપાળા એમબીડી ઇકો ગાડી ના ડોક્ટર યોગેશભાઈ સાથે પાયલોટ લાલજીભાઈ તાત્કાલિક પહોંચી આ ગાયોની સારવાર અર્થે ભારે જયમત ઉઠાવેલ પરંતુ સારવાર દરમિયાન બીજી બે ગાયોના પણ મૃત્યુ થયેલ. જેથી કરીને આવા પુર જડપી વાહન ચાલકો માટે અકસ્માત નિવારવા તકેદારીના પગલાં લેવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે.તેમજ ઉગ્ર રોષ સાથે જવાબદાર પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેમજ માલધારીઓ ને સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રીપોર્ટ... ચંદ્રકાંત સોલંકી ગઢડા સ્વામીના
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.