સાબરકાંઠા જિલ્લામાં કોરોનાને લઈને બે વર્ષ બાદ નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી યોજાઈ રહ્યો છે . ત્યારે બીજા નોરતે નવરાત્રિમાં હિમતનગરમાં ઠેર – ઠેર નવરાત્રિ ચોકમાં ખેલૈયાઓ ટ્રેડીશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા .
પ્રાચીન પરંપરા આજે પણ અકબંધ : હિંમતનગરના રુપાલ કંપામાં પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી , માતાજીની માંડવીએ મહિલાઓ માથે ગરબો મૂકી ગરબે ઘૂમે છે
નવરાત્રિ ચોકમાં માંડવી સાથે ઘટ્ટ સ્થાપન હિંમતનગરના રૂપાલ કંપામાં પરંપરા મુજબ નવરાત્રિ યોજાય છે . ત્યારે નવરાત્રિ ચોકમાં માંડવી સાથે ઘટ્ટ સ્થાપન કરાય છે . તો દરરોજ સાંજે ગામની મહિલાઓ પ્રથમ પોતાના ઘરે સ્થાપન કરેલા ગરબાને નવરાત્રિ ચોકમાં માથે મુકીને લઇ જાય છે . જ્યાં પૂજા - અર્ચના કરી ગરબા માથે મુકીને ગરબે ઘૂમે છે . ત્યારબાદ ગરબા ઘરે લઇ જવામાં આવે છે . ત્યારબાદ નવરાત્રિ ચોકમાં આરતી કરવામાં આવે છે અને પછી ગરબા શરુ થાય છે . તો ગરબા પણ યુવક મંડળ દ્વારા જ ગવડાવવામાં આવે છે . તમામ આયોજન યુવક મંડળના સભ્યો જાતે જ કરે છે . આમ નવરાત્રિ મહોત્સવ મનાવવામાં આવે છે .
રીપોર્ટર અશોકભાઈ નાઈ ગાંભોઈ હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.