હિંમતનગરનાં સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોસત્વ પ્રારંભ
હિંમતનગરનાં સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોસત્વ પ્રારંભ
હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરનો આજથી ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે.પ્રથમ દિવસે મુખ્ય યજમાન સહીત 50 યજમાનોના હસ્તે પૂજન વિધીનો પ્રારંભ થયો હતો.
આ અંગેની વિગત એવી છે કે,હિંમતનગરનાં સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પંચ કુંડી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ મંગળમય ધાર્મિક કાર્યક્રમોમાં પ્રથમ દિવસે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ ,શ્રી ગણેશ સ્થાપન,કુળદેવી પૂજન,પુન્યાહવાચન કર્મ,આવાહિત દેવતા સ્થાપન,પૂજન,મૂર્તિઓનું કુટીરકર્મ,યજમાનના ઘરે બ્રાહ્મણ ધ્વારા મૂર્તિના યજમાનો હસ્તે કરવામાં આવશે,ભોલેશ્વર નુતન મંદિરમાં યજમાન ધ્વારા વાસ્તુ પૂજન થશે,રાજોપચાર પૂજા,સાયન પૂજન આરતી થશે.
20 એપ્રિલને રવિવારે સ્થાપન મૂર્તિઓનું પ્રાતઃપૂજન,યજ્ઞકુંડમાં અગ્નિ સ્થાપન,નવગ્રહ હોમ,શોભાયાત્રા અને જલયાત્રા,શાંતિ પુષ્ટિક હોમ,જલાધીવાસ-ગ્રતાધીવાસ-ધુપાધીવાસ-પુષ્પાધીવાસ-પાકવાનાધીવાસ,સ્થાપનકર્મ અને 108 ઔષધી કળશથી અભિષેક,શયનાધીવાસ(ઘઉંમાં),શાયપૂજા અને આરતી થશે
21 એપ્રિલને સોમવારે મૂર્તિઓનું પ્રાતઃપૂજન,હોમાત્મક લઘુરુદ્ર હોમ,અને મૂર્તિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા સ્થાપન,પુનઃપ્રાણપ્રતિષ્ઠા,ઉત્તર પૂજન-બલિદાન-શ્રીફળ હોમ-પુર્ણાહુતી,મહાઆરતી 51 જ્યોત સાથે સમૂહ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે હિંમતનગર ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ધ્વારા મળેલ માહિતી મુજબ હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરનો રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ ધ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.ત્યારે ભોલેશ્વર મહાદેવ મંદિર હિંમતનગર ખાતે 19 એપ્રિલથી પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે.21 એપ્રિલે પુર્ણાહુતી થશે.જેમાં પચાયતદેવો,નવગ્રહ,ધજાદંડની આરાધના અને પૂજા અર્ચના જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ હાંસલપુર દ્રારા બનાવવામાં આવેલ વાનપ્રસ્થ આશ્રમની જગ્યા ઉપર પૂજન અર્ચન અને હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવશે.ત્રણ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.50 થી વધુ યજમાનો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.અને આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે હિમાલય પર્વત ઉપર થી ત્રિયુગીનાથ પરમ પૂજ્ય મોનીબાપુ રામશરણ ગિરિજી મહારાજ આવ્યા છે.આ ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નવનીત ભાઈ શાસ્ત્રી અને તેમની ટીમ દ્રારા વિવિધ વિધિ અને પૂજા અર્ચના કરવામાં આવશે.આ પ્રસંગના આયોજનમાં ભોલેશ્વર મંદિર ટ્રસ્ટના બદ્રીભાઇ મિસ્ત્રી,ગોપાલસિંહ રાઠોડ,સુમનભાઈ રાવલ,જીગ્નેશભાઈ પટેલ સહીત ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
