પુરુષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ના બફાટ મામલે દિવસે ને દિવસે વધી રહ્યો છે રોષ, વધુ 2 જિલ્લાના 4 તાલુકાઓના ક્ષત્રિય સમાજે નોંધાવ્યો વિરોધ અને ઘડી અનોખી રણનીતિ, જે અંતર્ગત ધંધુકા ખાતે શોર્ટ નોટિસ પર 500 થી વધુ યુવાનો અને આગેવાનોની યોજાઈ રણનીતિ બેઠક જેમાં આગામી 7 એપ્રિલના રોજ યોજાશે ક્ષત્રિય સમાજનું હજારોની સંખ્યામાં મહિલાઓ યુવાનો અને આગેવાનો એકત્ર થઇ યોજશે મહાસંમેલન, તો 2 જિલ્લાના 4 તાલુકાઓના ક્ષત્રિય સમાજના 500 થી વધુ યુવાનો અને આગેવાનો મહાસંમેલન આયોજન રણનીતિ અંગે 3 કલાકની શોર્ટ નોટિસ પર ધંધુકા રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે થયા એકત્ર.
રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુધ્ધ કરેલ બફાટ નો મામલો દિવસે ને દિવસે ઉગ્ર થઈ રહ્યો છે ત્યારે વધુ 2 જિલ્લાના 4 તાલુકાઓના ક્ષત્રિયો એ રૂપાલાની વિરુધ્ધ માં બેઠક યોજી થયા એકત્ર, આ બેઠક અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ ચુડાસમા રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે મોડી રાત્રે એટલે કે 3 કલાકની શોર્ટ નોટિસથી યોજવામાં આવી હતી જે બેઠકમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાળા એમ 2 જિલ્લાના 4 તાલુકાઓના 500 થી વધુ યુવાનો અને આગેવાનો એકત્ર થયા હતા અને તમામે એકસુરે રૂપાલા દ્વારા કરાયેલ ક્ષત્રિય સમાજ વિરુધ્ધની ટિપ્પણી અંગે રોષ વ્યક્ત કરતા ટિકિટ રદ્દ થાય તેવી માંગ કરી હતી અને આગામી તારીખ 7 એપ્રિલ 2024 ને રવિવારના રોજ સાંજના સમયે ધંધુકા ખાતે મહાસંમેલન યોજવા અંગેનું આયોજન અને રણનીતિ ઘડાઈ હતી, આ બેઠકમાં સંકલન સમિતિની રચના કરાઈ હતી અને 2 જિલ્લાના 4 તાલુકાઓમાં ક્ષત્રિય સમાજના તમામ ગામો અને ઘરે ઘરે જઈ અને રૂપાલા ટિકિટ રદ્દ થાય તેવી માંગ સાથે હજારોની સંખ્યામાં મહાસંમેલન જોડાય તેવું આહવાન કરવા સહિતનું માઈક્રો પ્લાનિંગ કરાયું હતું અને આ મહાસંમેલન માં ક્ષત્રિય સમાજના મહાનુભાવોને પણ બોલાવવા અંગેનું વિશેષ આયોજન કરાયું છે તો વધુ 2 જિલ્લાના 4 તાલુકાઓના ક્ષત્રિયો દ્વારા રૂપાલા નો વિરોધ કરાયો હતો અને મહાસંમેલન યોજી રૂપાલા નો વિરોધ કરી ઘેરવાની રણનીતિ ઘડતાં હવે રૂપાલા ની મુશ્કેલીમાં વધારો થયો છે, તો આ મહા બેઠક અને તેમાં રણનીતિ ઘડાયેલ મહાસંમેલન અંગે રૂપાલા વિરૃધ્ધ રોષ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આપી પ્રતિક્રિયા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.