ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે ધંધુકા તાલુકાના અણીયાળી (ભીમજી) ગામમાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ યોજાયો.
ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે ધંધુકા તાલુકાના અણીયાળી (ભીમજી) ગામમાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ યોજાયો.
સેવા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત સંલગ્ન ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટનું લોકહિતમાં નોંધપાત્ર યોગદાન
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના અણીયાળી (ભીમજી) ગામમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે આજે સેવા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત સંલગ્ન ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટના સંચાલનમાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ
આ મેડિકલ કેમ્પમાં ડૉ. જાગૃતિબેન તથા તેમની આયુર્વેદિક તબીબોની ટીમ દ્વારા ગામજનોને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ગામના મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો. આયુર્વેદિક દવાઓની વિતરણ સાથે સાથે રોગ નિવારણ તથા આરોગ્ય જાળવવા માટે જાગૃતિયુક્ત ઉપદેશ પણ આપવામાં આવ્યો.
ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ના જીવનદર્શનોને અનુરૂપ સેવાકીય ભાવનાથી આયોજિત આ કેમ્પ ગ્રામ્ય આરોગ્ય સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
આ કાર્યમાં ગામના આગેવાનો અને સંગઠનના કાર્યકરોની હાજરી નોંધપાત્ર રહી, તેમજ દરેકે આ કાર્યને સફળ બનાવવામાં સહભાગીતા દર્શાવી. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ આવનારા દિવસોમાં આવા વધુ કેમ્પો આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
