ચોરી કે છળકપટથી મેળવેલ નીમ કોટેડ યુરીયા ખાતરની ૧૬૦ બોરીઓ સાથે બે ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી, ગાંધીધામ
ચોરી કે છળકપટથી મેળવેલ નીમ કોટેડ યુરીયા ખાતરની ૧૬૦ બોરીઓ સાથે બે ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી, ગાંધીધામ
ભચાઉ વિસ્તારમાં ચોપડવા લુણવા રોડ પર રંગોલી પ્લાય કંપનીમાં આવેલ ગગન ટીમ્બર ના રેગજીન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવાનુ નીમ કોટેડ યુરીયા ખાતર ગેરકાયદેસર રીતે ઔધોગીક એકમમાં ઉપયોગમા લેવા સારૂ બે બોલેરો પિક અપ ગાડીમાં ભરેલ હોય જે અનલોડ થવાનું હોય જેથી હકીકતવાળી જગ્યાની તપાસ ક૨તા બે પીકઅપ બોલેરો પડેલ જે ડ્રાઈવર ઈમરાન ૨મજુભાઈ તથા ચન્દ્રેશ પ્રભુલાલનાઓની કબજા ભોગવટાની પીકઅપ બોલેરો ગાડીઓમાં ૪૫ કિલોની કુલ ૧૬૦ નીમ કોટેડ યુરીયા ખાતરની બોરીઓના મુદ્દામાલ જે કિ.રૂ.૪૨૬૪૦/-સાથે મળી આવેલ જે મુદ્દામાલ અંગે બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવી અને યુરીયા ખાતર પ્રકાશભાઈ પદમાભાઈ પટેલ રહે.ભવાનીપુર ભચાઉ જી.કચ્છ વાળાએ હળવદ શીવ એગ્રો એંડ ફર્ટીલાઈઝર ખાતેથી ભરવા જણાવેલ હોય જેથી ભરી આવતા ગગન ટીમ્બરના રેગજીન કંપનીમાં કામ કરતા રફીકભાઈનો સંર્પક કરતા રેગજીન પ્લાન્ટની બાજુમાં ખાલી કરવા જણાવેલ હોય જેથી તમામ મુદ્દામાલ ગેરડાયદેસર જણાઈ આવેલ હોય તેથી તમામ મુદ્દામાલ BNSS કલમ ૧૦૬ મુજબ કબજે કરી તથા આ ડામે ઉપયોગમાં લીધેલ પીકઅપ બોલેરો ગાડીઓને તપાસ ડામે કબજે કરી મજકુર ઇસમોને BNSS 35(2)E મુજબ અટક કરી આગળની કાર્યવાહી ભચાઉ પો.સ્ટે.ખાતે કરવામાં આવેલ છે.
અટક કરેલ આરોપી:- (૧) ઈમરાન રમજુભાઈ રાયમા ઉવ.૧૯ રહે. સીતારામપુર ભચાઉ શેરી નં. ૦૨ જી.કચ્છ (૨) ચન્દ્રેશ પ્રભુલાલ ઠકકર ઉવ.૨૪ રહે. નવી ભચાઉ જી.કચ્છ
અટક કરવાના બાકી આરોપી (૧) પ્રકાશભાઈ પદમાભાઈ પટેલ રહે.ભવાનીપુર ભચાઉ જી.કચ્છ(મુદ્દામાલ મંગાવનાર) (૨) રફીકભાઈ (કંપનીનો માણસ) (3) હળવદ શીવ એગ્રો એંડ ફર્ટીલાઈઝર (મુદ્દામાલ આપનાર)
મુદ્દામાલની વિગત:- (૧) નીમ કોટેડ યુરીયા ખાતર-૧૬૦ બોરી કિં.રૂ.૪૨૬૪૦ /- (૨) બોલેરો પિક અપ રજી.નં જીજે.૩૯ ટી ૫૯૮૪ કિં.રૂ. ૮,૦૦,૦૦૦/- (3) બોલેરો પિક અપ રજી.નં.જીજે.૧૨ બી.જેડ.૨૭૭૦ કિં.રૂ. ૮,૦૦,૦૦૦/- (૪) મોબાઈલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/- કુલ કિ.રૂ. ૧૬,૫૨,૬૪૦/- નો મુદામાલ
ઉપરોકત કામગીરીમાં એન.એન.ચુડાસમા ઈન્ચાર્જ પો.ઈન્સ.એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
