રાજુલા ૬૫ ગામો માટે પાણી નો પ્રશ્ન સુર કરવા RWSS યોજનાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું... ૪૨ કરોડના ખર્ચે થશે કામગીરી - At This Time

રાજુલા ૬૫ ગામો માટે પાણી નો પ્રશ્ન સુર કરવા RWSS યોજનાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું… ૪૨ કરોડના ખર્ચે થશે કામગીરી


રાજુલા ૬૫ ગામો માટે પાણી નો પ્રશ્ન સુર કરવા RWSS યોજનાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું...
૪૨ કરોડના ખર્ચે થશે કામગીરી

રાજુલા તાલુકાના ૬૫ ગામો માટે આશીર્વાદ રૂપ પાણીની યોજનાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.જેમાં આજુબાજુના સરપંચો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ રાજુલા તાલુકાના ૬૫ ગામના પાણીના પ્રશ્ન નિરાકરણ માટે RWSS યોજના હેઠળ (૧૨ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) જેમાં સંપ,ઊંચી ટાંકી,પંપ હાઉસ RCC રોડ તેમજ ૬૫ ગામની પાણીની પાઇપ લાઈન રૂ.૪૨,૬૨,૯૧,૧૪૧ કરોડના ખર્ચે મંજૂર થતા જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ કર્યું હતું.રાજુલા મતક્ષેત્રમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્ન બાબત ગુજરાત સરકાર દ્વારા આ યોજના મંજૂર કરવામાં આવતા આ તકે ગુજરાત સરકારનો સહૃદય આભાર માન્યો હતો.

આ તકે પ.પૂ મહેશબાપુ, પીપાવાવ મહંતજિલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઈ શિયાળ,પ્રતાપભાઈ પીપાવાવ ધામ,સાવજભાઈ લાખણોત્રા,ગૌતમભાઈ ગુજરિયા,ભેરાઈના સરપંચ વાલાભાઈ રામ,ભગાભાઈ રામ,દાતરડી સરપંચ ભરતભાઈ જોલિયા,વલ્લભભાઈ બાંભણિયા,વિપુલભાઈh શિંગડ,જીલુભાઇ બારૈયા,બાબુભાઈ પીપાવાવ ધામ શિવમભાઈ મકવાણા, ભાઈ પાણી પુરવઠા ના ઢાકેસા કોન્ટ્રાક્ટર પી દાસ મિરલ જેવી વહીવટ કરતા કિલ્લુભાઈ શુક્લા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.