પરપુરુષો સાથે સંબંધો રાખતી હોવાની શંકા કરી પતિએ આક્ષેપ કર્યો, ‘આ બાળક મારું નથી, તું નથી જોઇતી’ - At This Time

પરપુરુષો સાથે સંબંધો રાખતી હોવાની શંકા કરી પતિએ આક્ષેપ કર્યો, ‘આ બાળક મારું નથી, તું નથી જોઇતી’


સમાજમાં મોભો ધરાવતા હોવાના ટોણાં મારતા પતિ, સસરા સામે પોલીસ ફરિયાદ

પાંચ વર્ષ લગ્નજીવન સારું ચાલ્યા બાદ પતિ અને સસરાએ કરિયાવર મુદ્દે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું

સમાજમાં અમે જે મોભો ધરાવીએ છીએ તે મુજબ તારા મા-બાપે તને કંઇ કરિયાવરમાં આપ્યું નથીનું કહી ત્રાસ આપનાર સદર મોટા ખાટકીવાસમાં રહેતા પતિ પરવેઝ, સસરા સિકંદરભાઇ હાજીચંદ બેલીમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જામનગર રોડ, બજરંગવાડી-14માં ભાડાના મકાનમાં રહી છૂટક મજૂરી કરી બે પુત્રનું ગુજરાન ચલાવતી ફરહીન નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન પરવેઝ સાથે તા.22-4-2012ના રોજ થયા છે. લગ્નના થોડા સમય બાદ જ પતિનો સ્વભાવ ચીડિયો, જીદ્દી, શંકાશીલ અને ગુસ્સાવાળો હોવાની ખબર પડી હતી. જેથી પાંચ વર્ષ તો લગ્નજીવન સરખું ચાલ્યું હતું.

બાદમાં પતિ અને સસરાએ કરિયાવર મુદ્દે ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. દાંપત્ય જીવનમાં ભંગાણ ન પડે તે માટે પતિ, સસરાનો ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી. જો પતિ, સસરાના ત્રાસ અંગે કોઇને વાત કરું તો પોતાને ઘરમાંથી કાઢી મુકતા અને કહેતા અમે કહીએ તેમ જ રહેવાનું કહેતા હતા.

દરમિયાન પતિ પરવેઝને પરપુરુષો સાથે સંબંધો હોવાની પોતાને ખબર પડતા આ અંગે તેમને પૂછતા તેઓ ઝઘડો કરતા હતા. આ સમયે પોતે પુત્રને જન્મ આપતા પતિ પરવેઝ પોતાના પર શંકા કરી કહેતા કે, આ બાળક મારું નથી, તું મારે નથી જોઇતી કહી માનસિક ટોર્ચર કરતા રહેતા હતા. બે-બે સંતાન થવા છતાં પતિ પરવેઝે તેને કુટેવો બંધ કરી ન હતી. સસરા સિકંદરભાઇ પણ પતિને સમજાવાને બદલે પોતાના ઉપર જ દોષનો ટોપલો નાંખતા રહેતા હતા. પતિ-સસરાના ત્રાસથી પોતે અનેક વખત રિસામણે પણ જતા રહેતા હતા. પરંતુ સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પોતે જ સમાધાન કરી સાસરે આવતી રહેતી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.