કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ વિશે તાલીમ અપાઈ ———— પ્રાકૃતિક ખેતીનાં પાંચ પ્રકલ્પોમાંથી એક પ્રકલ્પ વર્મીકમ્પોસ્ટ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ વિશે તાલીમ અપાઈ
------------
પ્રાકૃતિક ખેતીનાં પાંચ પ્રકલ્પોમાંથી એક પ્રકલ્પ વર્મીકમ્પોસ્ટ
------------
ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી અને પોતાનું જીવન તેમજ પર્યાવરણને સદ્ધર બનાવે તે આજના સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીનાં પાંચ પ્રકલ્પોમાંથી એક વર્મીકમ્પોસ્ટ બનાવટ છે. ગીર સોમનાથના કોડિનારના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તેમજ વર્મીકમ્પોસ્ટની સમજ આપવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ગાયના છાણ, ખાતર, અને વર્મીકમ્પોસ્ટ જેવા કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ થાય છે. આનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે અને પાકની ગુણવત્તામાં વધારો થાય છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પુજાબહેન નકૂમ દ્વારા ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ વિશે સમજ આપવામાં આવી હતી. ગાય આધારિત ખેતી એ પ્રાકૃતિક ખેતીનું મહત્વનું અંગ છે, જે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે.
ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ બનાવવા માટેની હીપ પદ્ધતિ, પીટ પદ્ધતિ તેમજ શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં શું ધ્યાન રાખવું? યોગ્ય સ્થળ પસંદગી, વધુ પોષક તત્વો, યોગ્ય તાપમાન, કિચન ગાર્ડનમાં વર્મીકમ્પોસ્ટ સહિતની જાણકારી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અળસિયા દ્વારા કાર્બનિક પદાર્થોના ખાતરમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવવામાં આવે છે. વર્મીકમ્પોસ્ટ પોષકતત્વો પૂરા પાડવા ઉપરાંત જમીનની ભૌતિક તેમજ જૈવિક પરિસ્થિતિ પણ સુધારે છે. વર્મી કમ્પોસ્ટ ખાતર થકી જમીન ફળદ્રુપ અને ગુણવત્તાયુક્ત બને છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
