હિંમતનગર કેળવણી મંડળ દ્વારા નવીન અભિગમ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો…………….
હિંમતનગર કેળવણી મંડળ દ્વારા નવીન અભિગમ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો................
આજરોજ હિંમતનગર કેળવણી મંડળ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે શ્રી હિંમત હાઇસ્કુલ હિંમતનગર ના મેદાનમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના કર્મચારીઓ કેળવણી મંડળના સભ્યો તથા દાતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી જે.એમ.શાહ દ્વારા સુંદર પ્રાર્થના કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન કેળવણી મંડળના સભ્ય ડો.કે.કે.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ તથા તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તમામનું શાલ અને ફુલછડી અર્પણ કરીને હાલના કેળવણી મંડળના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દાતાશ્રી અથવા તેમના પ્રતિનિધિ તરીકે કાર્યકારી અધ્યક્ષ શ્રી ગોપાલસિંહ રાઠોડ, મહેતા શિવલાલ સાંકળચંદ, જાવેદ હુસેન સુલેમાનભાઈ કડીવાલા, મોતીભાઈ પટેલ, જેઠાભાઇ પટેલ, પ્રવીણભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, જ્ઞાનેશ યોગેન્દ્રભાઈ પંડ્યા હાજર રહ્યા હતા આ ઉપરાંત વિવિધ સંસ્થાઓના કર્મચારીઓનું વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ શાલ અને ફૂલછડી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં આર્ટસ અને કોમર્સ કોલેજ માંથી ડો. ઉત્પલ પટેલ, ડો. રાકેશ જોશી, ડો.એન.બી.વાઘેલા, ડો.એ.કે.પટેલ, ડો.વિશાલ વાળા તથા સાયન્સ કોલેજમાંથી ડો.જે.એસ.પટેલ, ડો.ઝેડ.એમ.ગઢાવાલા, ડો.એમ.એમ.પ્રજાપતિ તેમજ લો કોલેજ માંથી ડો. બિનલ પટેલ, ડો.વૈદેહી પંડ્યા, જાનકીબેન રાવલ (કોર્પોરેટર), જયપ્રકાશ જાની, ડો.પારસ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના બાયોલોજી ટીચર શ્રી પી.જે.મહેતા, શ્રી એન.બી.પટેલ તથા પ્રાથમિક વિભાગના શ્રી શશીકાંતભાઈ સોલંકી (કોર્પોરેટર)નું મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ફાર્મસી કોલેજમાં ડો. એમ.આર.મહેતા, ડો.નિસર્ગ પટેલ, ડો.સપના રાઠોડ, ડો. વી.એમ.પટેલ, શ્વેતાબેન પટેલ, કલ્પિતભાઈ દવે, પ્રાચી પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના અધ્યક્ષ શ્રી ગોપાલસિંહ રાઠોડ તથા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા નું પણ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી વિજયભાઈ પંડ્યા તથા શ્રી જેઠાભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.શ્રી ગોપાલસિંહ રાઠોડ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તેમની કામગીરી ની માહિતી આપવામાં આવી હતી .તેમજ કર્મચારીઓને એક પરિવારની ભાવના સાથે કાર્ય કરવાનું અને દીપાવલી પર્વની શુભેચ્છા આપવામાં આવી હતી. શ્રી ગોપાલસિંહ રાઠોડ અને મંડળદ્વારા સૌ પ્રથમ વાર આ પ્રકારનો દાતાઓને અને કર્મચારીને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો છે. તેમના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન દરેક સંસ્થાઓમાં સક્રિય લઈ સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. તેમણે કેળવણી મંડળના વહીવટમાં રસ લઈ ખૂબ જ સારું કાર્ય કર્યું છે અને ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ગયા વર્ષે પણ તેમણે આ પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો જે ધન્યવાદને પાત્ર છે. આ કાર્યક્રમમાં મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના આચાર્યશ્રી તથા કર્મચારી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના આયોજનની જવાબદારી હિંમત હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સુરેશભાઈ પટેલ તથા સ્ટાફ મિત્રોએ ખૂબ સારી રીતે નિભાવી હતી. કાર્યક્રમની આભાર વિધિ શ્રી જગદીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સુંદર સંચાલન શ્રી ડી.પી.ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.