અપહરણના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ
પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો
સ્કવોડ સ્ટાફના અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા
તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ.
તા.૦૬/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, સોનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ
થયેલ સગીરબાળાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જવાના ગુન્હામાં નાસતાં-
ફરતાં આરોપી આમીનભાઇ ઉર્ફે મુન્નાભાઇ કાળુભાઇ સૈયદ મુળગામ-પાડાપાણ, તા.શિહોર, જી.ભાવનગર હાલ
રહે.સુરત વાળો હાલ સોનગઢ રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે
સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ આરોપીની તપાસ કરતાં નીચે મુજબના નાસતો-ફરતો આરોપી હાજર
મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
> નાસતા-ફરતાં આરોપી:-
આમીનભાઇ ઉફે મુન્નાભાઇ કાળુભાઇ સૈયદ ઉવ. ૩૨ રહે.પાડાપાણ તા.શિહોર, જી.ભાવનગર હાલ.- સુરત શહેર
> આરોપીને પકડવાનો બાકી ગન્હો:-
સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૮૨૪૦૪૦૧/૨૦૨૪ B.N.S. કલમ.૧૩૭(૨),૮૭,૬૪(૨)(I)(M)
તથા જાતીય સતામણી અધિનીયમ-૨૦૧૨ ની કલમ.- ૬,૧૦,૧૭,૧૮ મુજબ.કામગીરી કરનાર:-
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,
સ્ટાફનદીપસંગભાઇ ભંડારી, હરેશભાઇ ઉલવા, હીરેનભાઇ સોલંકી, નીતીનભાઇ ખટાણા, મજીદભાઇ સમા,
પ્રજ્ઞેશભાઇ પંડ્યા, વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
