જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
રાજકોટ તા. ૧૫ જૂલાઇ - જિલ્લા કલેક્ટરશ્રીની પ્રભવ જોષીની અધ્યક્ષતામાં "વાસ્મો"(જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિવિધ કામોની સૈદ્ધાંતિક મંજૂરી અર્થે કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે ઓગમેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લાને આવરી લેવામાં આવેલ છે, તે અંતર્ગત કરવાના થતા કામો માટે જિલ્લા સ્તરની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ જિલ્લામાં કરવાની થતી કામગીરી અંતર્ગત સમાવિષ્ટ એજન્ડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવહાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડી. આર. પોપટ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. પી.કે. સિંઘ તથા વોટરશેડ સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.