હવામાન : કચ્છમાં કોલ્ડવેવની આગાહી, ઠંડી હજુ વધી શકે
હવામાન વિભાગે કચ્છ માં કોલ્ડવેવની આગાહી કરી છે. જેને કારણે કચ્છના વિસ્તારોમાં મહત્તમ અને ન્યુનતમ તાપમાનમાં ઘટાડો આવશે.
અસલ મિજાજમાં આવેલો શિયાળો લોકોને ધ્રુજાવી રહ્યો છે
કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિથી ઠંડી માં ભારે ઉછાળ આવી શકે છે ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નીચું જઈ શકે છે.અને છેલ્લા બે દિવસથી ડંખીલા ઠારનો માર યથાવત રહ્યો છે તેવામાં હવામાન વિભાગે થોડા દિવસ સુધી જિલ્લાના અમુક વિસ્તારમાં શીત લહેરની અગાહી કરી છે.
રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે, આગામી થોડા દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરાઈ. ગુજરાતમાં ઉત્તર- પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.