રાજકોટ મહાનગરપાલિકાના સૌજન્યથી હેમુ ગઢવી નાટ્યગૃહ “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો.
રાજકોટ શહેર તા.૨૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સૌજન્યથી અંધ સર્વોદય મંડળ રાજકોટ દ્વારા તા.૨૩/૨/૨૦૨૫ રવિવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે ટાગોર રોડ પર આવેલ શ્રી હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે ગુજરાતના બેરોજગાર પ્રજ્ઞાચક્ષુ કલાકારોને સ્ટેજ આપી, પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય મેયર નયનાબેન પેઢડીયાના વરદ્ હસ્તે કરી, કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. અંધ સર્વોદય મંડળ દ્વારા નેત્રહીન વિદ્યાર્થીઓને રહેવા જમવાની નિ:શુલ્ક સુવિધા, કોમ્પ્યુટર તેમજ રસોઈ અંગેના તાલીમવર્ગો, જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, જુદી જુદી સ્પર્ધાઓ યોજવી, સંગીત કાર્યક્રમ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા, મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, આપણી પાસે પાંચ ઇન્દ્રિયો છે છતાં પણ આપણને કઇંક ખૂટે છે પરંતુ જેને પાંચ ઇન્દ્રિયોમાંથી એક ખૂબ મહત્વની ઇન્દ્રિય એટલે આંખ નથી આપી તેવા વ્યક્તિને હું સલામ કરું છું. જે વ્યક્તિને દિવસ કે રાત અને કોઈપણ રંગનો પણ ખ્યાલ નથી તેઓને આપણે આપણા હદયમાં ગૌરવભેર સ્થાન આપીએ. આવા વ્યક્તિઓ અગવડતાની વચ્ચે પોતાના જીવનનો આનંદ માણે છે. આજની આ “સંગીત સંધ્યા” તેનું ઉદાહરણ છે. હું આવા વ્યક્તિઓને કહેવા માગું છું કે આપની કોઇપણ પ્રકારની જરૂરીયાત હોઈ, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આપની સાથે છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોની સુખાકારી માટે ફ્લાયઓવર બ્રિજ તથા અન્ડર બ્રિજ, કોમ્યુનિટી હોલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, શહેરી બસ સેવા, હરવા ફરવાના સ્થળ વિકસાવવા, આરોગ્ય કેન્દ્ર, શાળાના બિલ્ડીંગ, લાઈબ્રેરી વગેરે જેવા વિકાસ કામોની સાથે લોકોને તહેવાર દરમ્યાન તથા પ્રસંગોપાત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, લોકડાયરા તથા મ્યુઝીકલ નાઈટ્સ, હિન્દી હાસ્ય કવિ સંમેલન, યોગ દિવસની ઉજવણી, સૂર્ય નમસ્કાર સ્પર્ધા, આતશબાજી, દિવાળી કાર્નિવલ વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી શહેરીજનોને મનોરંજન પુરૂ પાડવામાં આવે છે. આ તકે વિશેષ વાત ન કરતા પ્રજ્ઞાચક્ષુ કલાકારો મારફત આ “સંગીત સંધ્યા” નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે આપણે સૌ નિહાળીએ તેમજ આવા સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ આયોજક સંસ્થા તથા સર્વે કલાકારોને હું ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય મેયર નયનાબેન પેઢડીયાના વરદ્ હસ્તે કરી, કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ગુલાબનું પુષ્પ અને ખાદીના રૂમાલથી સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમની આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉઘરેજા, નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ.આર.પટેલ, આસી.કમિશનર બી.એલ.કાથરોટીયા, મેનેજર કૌશિક ઉનાવા, નેશનલ એસો.ફોર ધ બ્લાઈન્ડના મંત્રી જી.જે.વાછાણી, અંધ સર્વોદય મંડળના પ્રમુખ યુસુફીભાઈ કાપડીયા, અંધ સર્વોદય મંડળના ટ્રસ્ટી સિટી પટેલ, અંધ સર્વોદય મંડળના મંત્રી ભીખુભાઈ સિસોદીયા તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
