મહેમદાવાદ ની ન્યાલકરણ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ ૨૦૨૪ બે દિવસય "વંદના- સન્માન માતા પિતાનો"ભવ્ય કાર્યક્રમ યોજાયો. - At This Time

મહેમદાવાદ ની ન્યાલકરણ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવ ૨૦૨૪ બે દિવસય “વંદના- સન્માન માતા પિતાનો”ભવ્ય કાર્યક્રમ યોજાયો.


મહેમદાવાદ તાલુકા ની અગ્રેસર શૈક્ષણિક સંસ્થા એવી ન્યાલકરણ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમ ના વાર્ષિકોત્સવ નું ભવ્ય આયોજન તા: ૯ અને ૧૦ ફેબ્રુઆરી ના રોજ ન્યાલ કરણ સ્કૂલ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમ ની શરૂઆત સંસ્થાના સ્થાપક અને સી.ઇ.ઓ. પરમ પૂજ્ય શ્રી સાધુ વિશ્વવલ્લભ દાસજી સ્વામી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આવા પ. પૂ. સંત શિરોમણીની ઉપસ્થિતિ માં સંસ્થાના સંચાલક ધર્મેશભાઈ જોષી તથા ઉર્વશીબેન જોષી, શિક્ષણવિદ પ્રશાંતભાઈ પાટડિયા, ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપાલ સંદીપભાઈ પારેખ, ગુજરાતી મીડિયમ પ્રિન્સિપાલ ચૈતાલીબેન પારેખ, એડમીન હેડ વિવેકભાઈ રાવલ, પ્રી- પ્રાયમરી કો.ઓર્ડીનેટર હેમલબેન રાવલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પરમ પૂજ્ય શ્રી સાધુ વિશ્વવલ્લભદાસજી સ્વામીજી ના આશીર્વચન દ્વારા શરૂઆત કરવામાં આવી હતી,

આ કાર્યક્રમ માં કુલ ૬૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વાર્ષિકોત્સવ માં સવિશેષ માતા - પિતા વંદના કાર્યક્રમ, શ્રેષ્ઠ ડાન્સ પર્ફોમન્સ, નાટકો જેવા સ્ટેજ ઉપર વિવિધ પર્ફોમન્સો કરી વિદ્યાર્થીઓ એ સુંદર મજાની વિવિધ કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, આ કાર્યક્રમ માં સંસ્થાના સંચાલક ધર્મેશભાઈ જોષી ની ઉપસ્થિતિમાં ઉર્વશી બેન જોષી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી શાળાના વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું અને માતાપિતા માટે વિશેષ શેરીની બાળ રમતો,અત્યાધુનિક પ્રોજેક્ટ અને બાળપણના ખટમીઠા ફળોના રસાસ્વાદ નું ખાસ આયોજન કરી બાળપણ યાદ કરાવ્યું હતું,

કાર્યક્રમના અંતમાં પ્રિન્સિપાલ સાહેબ સંદીપભાઈ અને ચૈતાલીબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી,આ કાર્યક્રમમાં વાલીઓની મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજરીથી સંસ્થાના સમગ્ર શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જહેમત થકી આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો,

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભાવેશભાઈ રાવલ, ડો.મહેશભાઈ બેન્કર તેમજ તેઓના ધર્મ પત્ની મીતા બેંકર,ડો. નૈષદભાઈ ભટ્ટ,ડો.હેમાંશુ શુકલ ( અર્બન બેંક ના ચેરમેન માર્શલભાઈ), પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા વિરમદેવ પઢીયાર જેવા મહેમાનોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓ દ્વારા પણ પ્રાસંગીક સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું,

ન્યાલકરણ શાળા સંકુલ ખાતે તા.૯ અને ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ બે દિવસય વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં " વંદના- સન્માન માત પિતાનો " જ્યારે માતા પિતાની નાના નાના બાળકો પગ ધોઈ, પૂજા અર્ચના કરી, માતા પિતા ની પ્રદક્ષિણા તેમજ માત પિતા વિશે પોતે લખેલ સુંદર વાક્યો ઉચ્ચારાતા આ પ્રસંગે ઘણા માતા પિતાની હરખના આંસુથી આંખ ભીંજાઈ ગઈ હતી અને તેઓ દ્વારા ગર્વથી બોલાયું હતું કે શાયદ આ ન્યાલકરણ સ્કૂલે જ઼ પહેલીવાર ભાવ વિશેષ કરવાની પહેલ કરી છે,

આ બે દિવસીય એન્યુઅલ ડે માં શાળા પરિવારની સાથે સાથે વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Source :- Virang Mehta ( Mahemdabad)

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.