વિરપુરના ગ્રામ્ય વિસ્તારો પાસેની ઘટના... ખેત મજૂરી કરી રહેલા બે ખેડૂત ઉપર ભૂંડે અચાનક હુમલો કર્યો.. - At This Time

વિરપુરના ગ્રામ્ય વિસ્તારો પાસેની ઘટના… ખેત મજૂરી કરી રહેલા બે ખેડૂત ઉપર ભૂંડે અચાનક હુમલો કર્યો..


વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં નીલગાય, રોઝ, ભુંડ વગેરેનો ત્રાસ વધી રહ્યો છે અને આ પ્રાણીઓ દ્વારા ખેડુતોના પાકને પણ મોટાપાયે નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકાના બાદરપુરા ,સવાનિયા ગામ પાસે ખેતરમાં ભુંડોના આતંકથી ખેડુતોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને ત્રણ જેટલા ખેડુતને ભુંડોએ બચકાં ભરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકાના અનેક ખેડુતો પોતાની જમીનમાં પાકોનું વાવેતર કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં નીલગાય, રોઝ, ભુંડનો ત્રાસ વધી રહ્યો છે જેના કારણે ખેડુતોના પાકને મોટાપાયે નુકશાન પણ થઈ રહ્યું છે અને આવા પ્રાણીઓના ત્રાસથી ખેડુતો ખેતરમાં જતાં પણ ડર અનુભવી રહ્યાં છે ત્યારે સવનિયા અને બાદરપુરા ગામ પાસે ભુંડોએ આતંક મચાવ્યો હતો જેમાં ખેડુત મોહનભાઈ હિરાભાઇ ખાંટ રહે.બાદરપુરા અને બળવંતભાઈ મણીભાઈ ખાંટ રહે સવનિયા ભુંડ દ્રારા બચકાં ભરી લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે અંગે પરિવારજનો સહિત આસપાસના લોકોને જાણ થતાં ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ખેડુતને સારવાર અર્થે વિરપુર સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ડેભારી,કોયડમ,ગુદિનામુવાડા, ભાટપુર,વધાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નીલગાય, રોઝ, ભુંડ સહિતના જાનવરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આવા જાનવરોને તાત્કાલીક ઝડપી પાડવાની તંત્ર સામે લોકમાંગ ઉઠવા પામી છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.